Last Updated on April 10, 2021 by
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ શુક્રવારે આરોપ લગાવ્યો છે કે ગૃહમંત્રી અમિત શાહ રાજ્યમાં હિંસા ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પોલીસને પણ અનૈતિક કામ કરવા માટે પ્રેરણા આપે છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે તેઓ અમિત શાહ પર અંકુશ લગાવે, કેમકે તેઓ રાજ્યમાં હિંસા ભડકાવી શકે છે.
અમિત શાહ પર અંકુશ લગાવવા મમતાની PM મોદીને અપીલ
પૂર્વ વર્ધમાન જિલ્લાના મેમારીમાં એક રેલીને સંબોધિત કરતી વખતે મમતા બેનરજીએ કહ્યું કે મેં આવો ગુંડો, હિંસાખોર ગૃહમંત્રી મારી આખી જિંદગીમાં નથી જોયો. અમિત શાહ વાઘ કરતા પણ વધારે ખતરનાક છે. લોકો તેમની સાથે વાત કરતા ડરે છે. હું નરેન્દ્ર મોદીને અપીલ કરું છું કે તેઓ પહેલા અમિત શાહ પર અંકુશ લગાવે. તેઓ અહીં હિંસા ભડકાવી રહ્યા છે.
આ ચૂંટણી બંગાળને ગુજરાત થતું બચાવા માટેની છે- મમતા બેનરજી
આટલેથી ના અટકતા તેમણે અમિત શાહ પર આરોપ લગાવ્યો છે કે તેઓ દરેક પ્રકારના અનૈતિક કાર્ય માટે પોલીસ પર દબાણ બનાવી રહ્યા છે. મમતા બેનરજીએ રાજ્યમાં ચાલી રહેલા વિધાનસભા ચૂંટણીને બંગાળની અસ્મિતાની રક્ષાનો પ્રયાસ ગણાવ્યો છે. મમતા બેનર્જીએ કહ્યું કે આ ચૂંટણી બંગાળને ગુજરાત થતું બચાવા માટેની છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31