GSTV
Gujarat Government Advertisement

ગ્રામજનો સાવધાન/ કોરોનાએ હવે કરી ગ્રામ્ય વિસ્તારોમાં એન્ટ્રી, આણંદના આ ગામમાં લાગુ કરાયું 15 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન

Last Updated on April 1, 2021 by

ગુજરાતમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવી દીધો છે ત્યારે હાલમાં રાજ્ય સરકાર દ્વારા મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે તેમજ જાહેર સ્થળોએ જવા પર તેમજ જાહેરમાં તહેવારો ઉજવવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. ત્યારે તાજેતરમાં જ રાજ્યના આણંદ જિલ્લાના મલાતજ ગામમાં કોરોનાના કેસોમાં વધારો થતાં ગ્રામ પંચાયત દ્વારા 15 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સવારના 6થી12 વાગ્યા સુધી જ તમામ ચીજવસ્તુઓ ખરીદવાનો આદેશ

મલાતજ ગામમાં લોકડાઉન આપવામાં આવતા ગામમાં બજારો તેમજ દુકાનો બંધ હાલતમાં જોવા મળી હતી. માત્ર જીવન જરૂરિયાતની સેવાઓ અને મેડીકલ સ્ટોર જ ખુલ્લાં રાખવામાં આવ્યાં હતાં. સવારના 6થી12 વાગ્યા સુધી ગ્રામજનોને જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ ખરીદવા પંચાયત દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. જેનો ગ્રામજનોએ ચુસ્તપણે પાલન કરી સૌ કોઇ લોકડાઉનમાં સહભાગી થયા હતાં. ગામના માર્ગો પર ચહલ પહલ પણ પાંખી રહી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધતા દિવસે ને દિવસે રાજ્યમાં કેસો પણ સતત વધતા રહે છે ત્યારે ગત રોજ બુધવારના રોજ વધુ નવા કેસોનો આંક 2300ને પાર થઇ ગયો છે. ગત રોજ છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં #COVID19 ના વધુ નવા 2360 કેસો નોંધાયા છે જ્યારે નવા 9 દર્દીઓના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4519 એ પહોંચ્યો છે. રાજ્યમાં મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે તો બીજી બાજુ આજે રાજ્યમાં વધુ 2004 દર્દીઓ સાજા થયા છે તો કુલ 2,90,569 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 94.43 ટકા છે.

ગુજરાતમાં હાલમાં કુલ 12,610 એક્ટિવ કેસો છે તો હાલમાં વેન્ટીલેટર પર 152 દર્દીઓ છે જ્યારે 12,458 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 2,90,569 છે તો કુલ મૃત્યુઆંક 4519 એ પહોંચ્યો છે. આજ રોજ નોંધાયેલા નવા 9 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 3 અને સુરતમાં 3 અને વડોદરામાં 1 અને ખેડા અને મહીસાગરમાં પણ 1-1 દર્દીઓ એમ કુલ 9 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33