Last Updated on April 10, 2021 by
ભાગદોડવાળી જિંદગીમાં ઘણીવાર આપણે આપણા પગનું એટલું ધ્યાન નથી રાખી શકતા જેટલું ચહેરાનું રાખીએ છીએ. ગંદકી, તણાવ, થાકને કારણે આપણા પગ પોતાની સુંદરતા ખોવા લાગે છે અને શુષ્ક અને બેજાન દેખાવા લાગે છે. એવામાં પેડિક્યોરથી આપણે આપણા પગની આ સમસ્યા દૂર કરી શકીએ છીએ. આવો, જાણીએ કેટલીક બહેતરીન પેડિક્યોર ટ્રીટમેન્ટ વિશે, જે પગની ખોવાઈ ગયેલી ખૂબસૂરતી પાછી લાવી શકશે.
પેડિક્યોરના ફાયદાઃ-
પગનું મોઈશ્ચર પાછું લાવે છે
નખની સફાઈ થાય છે
ઇન્ફેક્શનથી રાહત મળે છે
ફાટેલી એડીઓ સાફ થાય છે
વધુ સારું બ્લડ સર્ક્યુલેશન
તણાવ અને થાક દૂર થાય છે
ત્વચા ચીકણી અને ચમકદાર બને છે
બેસિક/રેગ્યુલર પેડિક્યોર
બેસિક પેડિક્યોર તમારા પગની આંગળીઓ માટે સૌથી સામાન્ય પેડિક્યોર છે. એની શરૂઆત ગરમ પાણીમાં પગને ડુબાડીને પછી સ્ક્રબ કરવા સાથે થાય છે. ત્યાર પછી તમારા નખને કાપીને, કિનારાને આકાર આપવા, ક્યુટિકલ્સ સાફ કરવા, પગની માલિશ, મોઇશ્ચરાઇઝિંગ અને જો તમે ઇચ્છો તો નેલ પૉલિશ લગાવવી એ સામેલ છે. દરેક પેડિક્યોરની શરૂઆત આ સ્ટેપથી જ કરવામાં આવે છે.
મિની પેડિક્યોર
મિની પેડિક્યોર રેગ્યુલર પેડિક્યોર જેવું જ છે. મિની પેડિક્યોરમાં માત્ર તમારા પગના નખની સફાઈ, કાપવું અને પૉલિશ કરવું એટલું જ સામેલ હોય છે.
જેલ પેડિક્યોર
જેલ પેડિક્યોર અન્ય પેડિક્યોર કરતાં વધુ સમય સુધી રહે છે. રેગ્યુલર પેડિક્યોર ટ્રીટમેન્ટ પછી તેમાં જેલબેઝ્ડ નેલ પૉલિશ લગાવવામાં આવે છે. જોકે આ તકનિક વિશે વિશેષ વાત યુવી લાઇટ છે જે પ્રત્યેક કોટિંગની વચ્ચે જેલ કે નેલ પૉલિશને લાંબા સમય સુધી ટકાવી રાખે છે.
સ્પા પેડિક્યોર
સ્પા પેડિક્યોરમાં રેગ્યુલર સ્ટેપ્સ પછી પગને હૉટ ટૉવેલ, પ્લાસ્ટિક, હાઇડ્રેટિંગ માસ્ક, પેરાફિન વેક્સથી કવર કરવામાં આવે છે, એ એક લાંબી ટ્રીટમેન્ટ છે.
ફ્રેંચ પેડિક્યોર
ફ્રેંચ પેડિક્યોરમાં રેગ્યુલર સ્ટેપ્સ પછી નખ પર પહેલા ન્યૂડબેઝ્ડ નેલ પૉલિશનો બેઝ લગાવાય છે. ત્યાર પછી કિનારા પર વ્હાઇટ નેલ પૉલિશ લગાવવામાં આવે છે. ફ્રેંચ પેડિક્યોરથી પગ સુંદર, કોમળ અને સ્ટાઇલિશ દેખાય છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31