GSTV
Gujarat Government Advertisement

સાચવજો/ ગુજરાતના પડોશમાં લોકડાઉન સિવાય નથી રહ્યો વિકલ્પ, 24 કલાકમાં આવ્યા 11 હજારથી વધારે કેસ

Last Updated on March 8, 2021 by

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ફરીથી વકરતી હોય તેવું નજરે પડી રહ્યું છે. આજે રવિવારે મહારાષ્ટ્રમાં પાંચ મહિના બાદ સૌથી વધુ એટલે કે ૧૧૧૪૧ કેસ નોંધાયા હતા. જ્યારે મુંબઈમાં પણ ૨૮ ઓકટોબર બાદ પ્રથમવાર એક જ દિવસમાં ૧૩૬૧ કેસ નોંધાયા હતા. આ પહેલા ૨૮ ઓકટોબરે મુંબઈમાં ૧૩૫૪ કેસની નોંધ થઈ હતી.

૨૮ ઓકટોબરે મુંબઈમાં ૧૩૫૪ કેસની નોંધ થઈ

રાજ્ય પર નજર કરીએ તો અત્યાર સુધીમાં કુલ ૨૨,૧૯,૭૨૭ કોરોનાના કેસ નોંધાયા છે જેમાંથી ૨૦,૬૮,૦૪૪ લોકો કોરોના મુક્ત થયા છે. જ્યારે ૫૨,૪૭૮ જણના મૃત્યુ થયાં છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૩૮ જણના કોરોનાને લીધે મૃત્યુ થયાં છે જ્યારે મુંબઈમાં અત્યાર સુધીમાં ૩,૩૩,૫૬૯ કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં ૧૧,૫૦૪ જણના મૃત્યુ થયા છે. મુંબઈમાં ૨૪ કલાકમાં ચાર દરદીનાં મોત થયાં છે. મહારાષ્ટ્રમાં ફરીથી વધતા કોરોનાના કેસને લીધે કેન્દ્રએ એક ઉચ્ચસ્તરીય ટીમને સ્થિતિની સમીક્ષા કરવા અને મદદરૂપ બનવા મહારાષ્ટ્રમાં મોકલી છે.

ઉચ્ચસ્તરીય ટીમને સ્થિતિની સમીક્ષા કરવા અને મદદરૂપ બનવા મહારાષ્ટ્રમાં મોકલી

રાજ્યમાં કોરોનાના કેસનું પ્રમાણ ઝપાટાભેર વધી રહ્યું છે. દરરોજ મળી આવતાં નવા કેસમાં મોટો ઉછાળ જોવા મળે છે. આજે રાજ્યમાં ૧૦,૧૮૭ નવા કોરોનાગ્રસ્તો મળી આવ્યા હોઈ ૪૭ જણનો આ સંસર્ગે ભોગ લીધો છે.

આજે રાજ્યમાં ૬,૦૮૦ દર્દી સાજા થઈને ઘરે પાછા ફર્યા છે. રાજ્યમાં આજની તારીખે કુલ ૯૨,૮૯૭ એક્ટિવ કેસ છે. હાલની તારીખે રાજ્યમાં મૃત્યુદર ૨.૩૭ ટકા તો રીકવરી રેટ ૯૩.૩૬ ટકા જેટલો છે. અત્યારે રાજ્યમાં ૪,૨૮,૬૭૬ વ્યક્તિ હોમ ક્વૉરેન્ટીન તો ૪,૫૧૪ જણ સંસ્થાત્મક ક્વૉરેન્ટીન છે. અત્યારસુધીમાં રાજ્યમાં કુલ ૨૨,૦૮,૫૮૬ જણ કોરોનામાં સપડાયા છે. જેમાંથી ૨૦,૬૨,૦૩૧ જણ સાજાં પણ થઈ ગયાં છે.

અત્યારસુધીમાં રાજ્યમાં કુલ ૨૨,૦૮,૫૮૬ જણ કોરોનામાં સપડાયા

મુંબઈની વાત કરીએ તો આજે ૧,૧૮૮ નવા દર્દી સાથે કુલ ૩,૩૨,૨૦૪ શહેરીજનો કોરોનાગ્રસ્ત થયાં છે. આજે ૧,૨૫૩ જણ સાજાં થઈ ઘરે પાછા ફરતાં કુલ ૩,૦૯,૪૩૧ નાગરિકો આ સંસર્ગમાંથઈ સંપૂર્ણ સાજા થયાંનું ચિત્ર સામે આવ્યું છે. આથી શહેરનો રીકવરી રેટ ૯૩ ટકાનો છે. શહેરમાં અત્યારે કુલ ૧૦,૩૯૮ એક્ટિવ કેસ છે. આજે પાંચ મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક ૧૧,૪૯૫ને સ્પર્શ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33