Last Updated on April 4, 2021 by
દેશમાં કોરોના ચેપના કેસો વધી રહ્યા છે. દરમિયાન શનિવારે છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોવિડ -19 ના 49,447 નવા કેસ નોંધાયા છે, તે સાથે જ રાજ્યમાં ચેપનો કુલ આંક 29,53,523 થઇ ગયો છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 277 લોકોનાં મોત સંક્રમણને કારણે થયા છે.
24 કલાકમાં 37 હજારથી વધુ લોકો સારા થયા
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 37,821 લોકો પણ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ એક્ટિવ કેસ 4,01,172 છે, સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 24,95,315 છે અને અત્યાર સુધીમાં 55,656 લોકો મૃત્યુ પામ્યા છે.
મુંબઈ શહેરમાં કોવિડ -19 ના 9,108 નવા કેસ જોવા મળ્યા, જે એક દિવસમાં સૌથી વધુ કેસ છે. આ પહેલા, 17 સપ્ટેમ્બર, 2020 ના રોજ, મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 24,619 નવા કેસ નોંધાયા હતા. રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે 1,84,404 વધુ ટેસ્ટની સાથે જ મહારાષ્ટ્રમાં અત્યાર સુધી હાથ ધરવામાં આવેલી કુલ ટેસ્ટની સંખ્યા વધીને 2,03,43,123 થઈ ગઈ છે.
રિકવરી રેટ 84.49%
આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં રિકવરી રેટ 84.49 ટકા છે, જ્યારે મૃત્યુ દર 1.88 છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 277 મોતમાંથી 132 કોરોના દર્દીઓનાં મોત છેલ્લા 48 કલાકમાં જ થયા છે. દિવસ દરમિયાન કુલ 37,821 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, જેના કારણે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા વધીને 24,95,315 થઈ ગઈ છે. રાજ્યમાં હવે 4,01,172 સારવાર હેઠળનાં કેસ છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31