Last Updated on March 26, 2021 by
મહારાષ્ટ્રમા કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ઉછાળો આવી રહ્યો હોવાથી રાજ્યના અનેક જિલ્લામાં લોકડાઉન લાગુ કરાઇ રહ્યું છે.મરાઠાવાડાના નાંદેડમાં ૨૫ માર્ચથી ચાર એપ્રિલ વચ્ચે કડક લોકડાઉન લાગુ કરાયું છે બીડમાં આજથી ચાર એપ્રિલ વચ્ચે જ્યારે પરભણીમાં ૨૪ માર્ચથી પહેલી એપ્રિલ સુધી લોકડાઉન લાગુ કરાયું છે. ઓરંગાબાદમાં રાત્રે આઠ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યુ તેમજ શનિવાર રવિવારે લોકડાઉન જાહેર કરાયું છે.
લાતુરમાં રાત્રે આઠથી સવારે પાંચ વાગ્યા વચ્ચે કડક લોકડાઉન
લાતુરમાં રાત્રે આઠથી સવારે પાંચ વાગ્યા વચ્ચે કડક લોકડાઉન જાહેર કરાયું છે.ઉસ્માનાબાદમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરાયો છે. હિંગોલીમાં પણ સાંજે સાતથી સવારે પાંચ વાગ્યા સુધી કર્ફ્યુની ઘોષણા કરાઇ છે. આ બધા આદેશોને જોતા હવે અહીંના લોકોમાં ફરી ૨૦૨૦ જેવા લોકડાઉનનું પુનરાવર્તન થશે કે કેમ તેવી ભીતિ નિર્માણ થઇ છે.
હિંગોલીમાં પણ સાંજે સાતથી સવારે પાંચ વાગ્યા સુધી કર્ફ્યુની ઘોષણા કરાઇ છે. આ બધા આદેશોને જોતા હવે અહીંના લોકોમાં ફરી ૨૦૨૦
ભારતમાં કોરોના મહામારી ફરી એક વખત દિવસે ને દિવસે વકરી રહી છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૩ હજારથી વધુ નવા કેસ સાથે માત્ર બે જ દિવસમાં કોરોનાના એક લાખથી વધુ કેસ નોંધાયા છે, જે પાંચ વર્ષમાં એક દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસ છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૧.૧૮ કરોડ નજીક પહોંચી ગયા છે. કોરોનાનું સંક્રમણ વધતાં ઝારખંડ, કર્ણાટક, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં પ્રવેશ માટે કોરોના નેગેટિવ રિપોર્ટ જરૃરી કરી દેવાયો છે. દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હોવાથી કેન્દ્ર સરકારે કોરોનાની રસીની નિકાસ અટકાવીને દેશમાં રસીકરણ અભિયાન ઝડપી બનાવવાનો નિર્ણય કર્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસ ૫૩,૪૭૬ થયા
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસ ૫૩,૪૭૬ થયા હતા. દેશમાં સતત ૧૫મા દિવસે કોરોનાના કેસ વધતા એક્ટિવ કેસ વધીને ૩,૯૫,૧૯૨ થયા છે, જે કોરોનાના કુલ કેસના ૩.૩૫ ટકા જેટલા છે. કોરોના વકરવાથી રીકવરી રેટ પણ વધુ ઘટીને ૯૫.૨૮ ટકા થયો છે. દેશમાં છેલ્લા ૧૫૩ દિવસમાં ગુરુવારે એક દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાથી વધુ ૨૫૧નાં મોત નીપજ્યાં હતા. આ સાથે કુલ મૃત્યુઆંક ૧,૬૦,૬૯૨ થયો છે. દેશમાં કોરોનાના દૈનિક કુલ કેસમાંથી ૮૦.૬૩ ટકા કેસ માત્ર છ રાજ્યોમાં વધી રહ્યા છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, કર્ણાટક, છત્તિસગઢ અને ગુજરાતનો સમાવેશ થાય છે. વધુમાં દેશમાં કુલ ૧૦ રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.’
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31