Last Updated on February 26, 2021 by
મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોના કહેરથી રાજ્ય સરકાર દ્વિધામાં પડીગઈ છે. કોરોનાના વધતા દરદી અને મૃતકોની સંખ્યાને નિયંત્રણમાં લેવા માટે સરકારે કમર કસી છે. રાજ્યના સ્થાનિક પ્રશાસન તથા જિલ્લા ધિકારીઓને આવશ્યકતા મુજબ કઠોર પગલાં એટલે કે લોકડાઉન મૂકવાની જવાબદારી સોંપી છે. મહારાષ્ટ્રમાં આજે દિવસભરમાં કોરોનાના ૫૬ દરદીના મોત થયા હતા અને નવા ૮૭૦૨ કેસ નોંધાયા હતા અને આજે ૩૭૪૪ દરદી ડિસ્ચાર્જ કરાા હતા. તેમ જ રાજ્યમાં આજ દિન ૬૪,૨૬૦ કોરોનાના એકિટવ કેસ છે, એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં આજે દિવસભરમાં કોરોનાના ૫૬ દરદીના મોત થયા
મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા ૨૧ લાક ૨૯ હજાર ૮૨૧ થઈ છે. આથી કોરોનાના દરદીનું પ્રમાણ ૧૩.૨૯ ટકા થયું છે. જ્યારે મરણાંકની સંક્યા વધીને ૫૧૯૯૩ થઈ છે. એટલે કે મરણાંકનું પ્રમાણ ૨.૪૪ ટકા થયું છે. જ્યારે રાજ્યમાં આજ દિન સુધી ૨૦ લાખ ૧૨ હજાર ૩૬૭ દરદી કોરોનાથી મુક્ત થયા છે. એટલે રિકવરીનું પ્રમાણ વધીને ૯૪.૪૯ ટકા થયુ છે. એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
રિકવરીનું પ્રમાણ વધીને ૯૪.૪૯ ટકા થયુ
રાજ્યમાં ૧ કરોડ ૬૦ લાખ ૨૬ હજાર ૫૮૭ લોકોના કોરોના ટેસ્ટ કરાયા છે. ૩,૦૫,૭૪૫ દરદી હોમ ક્વોરન્ટીન કરાયા છે. અને ૨,૫૨૧ દરદી સંસ્થાત્મક ક્વોરન્ટીન કરાયા હોવાનું આરોગ્ય વિભાગે ઉમેર્યું હતું.
મુંબઈમાં કોરોના પ્રકોપ વધતાં મુંબઈ મહાનગરાપિલાક તેને અટોપવા માટે કમર કસી છે. છતાં દરદીઓનું પ્રમાણ વધી રહ્ય્પુંચે આજે કોરોનાના નવા ૧૧૪૫ દરદી નોંધાયા છે અને પાંચ દરદીનાં મોત થયા હતા. આથી શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૩,૨૨,૮૪૩ થઈ છે અને મરણાંક ૧૧,૪૫૮ થઈ છે. જ્યારે આજે શહેરમાં ૪૬૩ દરદીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે આથી શહેરમાં અત્યાર સુધી ૩,૦૧,૫૨૦ દ૦રદી કોરોનાથી મુક્ત થયા હતા. મુંબઈમાં કોરોનાના રિકવરીનું પ્રમાણ ૯૪ ટકા થયું છે. મુંબઈમાં કોરોના ૮૯૯૭ એક્ટિવ કેસ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31