GSTV
Gujarat Government Advertisement

મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોનાનો કહેર, નવા 9855 કેસ નોંધાયા 42ના નિપજ્યા કરૂણ મોત: અઘાડી સરકાર ચિંતામાં

Last Updated on March 4, 2021 by

મહારાષ્ટ્રમાં કોરોનાનો રોગચાળા ફરી માથુ ઉચકતા દરરોજ દરદીઓની સંખ્યામાં ધરખમ વધારો થતો હોવાથી રાજ્યનો આરોગ્ય વિભાગ અવઢવમાં મૂકાઇ ગયો છે. આજે રાજ્યમાં કોરોનાના નવા ૯૮૫૫ કેસ નોંધાયા હતા. અને ૪૨ દરદીના મોત થયા હતા. આથી કોરોના ગ્રસ્તોની સંખ્યા વધીને ૨૧ લાખ ૭૯ હરાજ ૧૭૫ થઇ છે. અને મરણાંકની સંખ્યા વધીને ૫૨૨૮૦ થઇ છે. જ્યારે રાજ્યમાં કોરોનાના ૮૨,૩૪૩ દરદી સક્રીય છે. તેઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. 

કોરોના

મહારાષ્ટ્રમાં કોરોનાનો ફરી આવેલા ઉછાળાને લીધે નવા 9855 કેસ નોંધાયા 42ના મોત

મહારાષ્ટ્રમાં આજે ૩૫૫૯ દરદી સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. આથી આજ દિન સુધી ૨૦ લાખ ૪૩ હજાર ૩૪૯ દરદી કોરોનાથી મુક્ત થયા છે. એટલે કે રિકવરીનું પ્રમાણ ૯૩.૭૭ ટકા છે. રાજ્યમાં હાલમાં રિકવરીનું  પ્રમાણ બે ટકા ઘટી ગયું છે.

રિકવરીનું  પ્રમાણ બે ટકા ઘટી ગયું

રાજ્યમાં હાલમાં ૩,૬૦,૫૦૦ દરદી હોમ  ક્વોરન્ટીન કરાયા છે. અને ૩૭૦૧ સંસ્થાત્મક ક્વોરન્ટીન કરાયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

CORONA TESTING

મુંબઇમાં કોરોનાના નવા ૧૧૨૧ કેસ નોંધાયા છે. અને ૬ દરદીના મોત થયા હતા. આથી મુંબઇમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૩,૨૮,૭૪૦ થઇ છે. જ્યારે મરણાંકની સંખ્યા ૧૧૪૮૨ થઇ છે. આજે મુંબઇમાં ૭૩૪ દરદીઓ સાજા થતા હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા. આથી અત્યાર સુધી કોરોના ૩૦૬૩૭૩ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે. જ્યારે કોરોના ૧૦૦૧૦ દરદી સક્રીય છે. તેઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33