Last Updated on April 4, 2021 by
સમગ્ર દેશમાં વધતા જતા કોરોનાના કહેર વચ્ચે પૂરા મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ વધતા ઉદ્ધવ સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ઉદ્ધવ સરકારની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી કેબિનેટની બેઠકમાં મહારાષ્ટ્રમાં સોમવારથી નાઇટ કરફ્યુ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ વીકેન્ડ પર લોકડાઉન રહેશે. શુક્રવારના રાત્રિના 8 વાગ્યાથી સોમવારના સવારના 7 વાગ્યા સુધી સખત લોકડાઉન રહેશે. કોરોનાને રોકવા માટે કડક નિયમ બનાવવામાં આવ્યો છે. જેને આવતી કાલ સાંજના 8 વાગ્યાથી લાગુ કરવામાં આવશે. રાત્રિના 8થી સવારના 7 વાગ્યા સુધી કરફ્યુ રહેશે અને દિવસભર કલમ 144 લાગુ રહેશે, જે અંતર્ગત 5થી વધારે લોકો પણ એકત્ર થઇ શકશે નહીં.
કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે મોલ, રેસ્ટોરન્ટ અને બાર વગેરેને બંધ કરવામાં આવશે. જો કે પાર્સલની વ્યવસ્થા શરૂ રહેશે. ખૂબ જ જરૂરી સેવાઓ પણ શરૂ રહેશે. સરકારી કાર્યાલય અને ઓફિસ 50 ટકાની ક્ષમતા સાથે કામ કરશે. આખી ઇન્ડસ્ટ્રી ચાલુ રહેશે. વર્કરો પર કોઈ પ્રતિબંધ નહીં હોય. કન્સ્ટ્રક્શન સાઇટ જ્યાં વર્કરોના રહેવાની સુવિધા છે, તે કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ રહેશે.
Maharashtra will enter strict weekend lockdown from Friday 8 pm to Monday 7 am. Essential services and transportation including buses, trains, taxis are permitted: Maharashtra Minister Nawab Malik pic.twitter.com/9bylFRal9q
— ANI (@ANI) April 4, 2021
સરકારી કોન્ટ્રાક્ટ જ્યાં નિર્માણ કાર્ય શરૂ છે, તે ચાલુ રહેશે. શાક માર્કેટ પર કોઈ પ્રતિબંધ નહીં હોય, પરંતુ લોકોની ભીડ ઓછી કરવા માટે નિયમ ઘડવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે રાતે 8 કલાકથી સોમવારે સવારે 7 કલાક સુધી કડક લોકડાઉન અમલમાં રહેશે એટલે વીકેન્ડ લોકડાઉન રહેશે. આ નિર્ણય લેતા પહેલા તમામ લોકો સાથે વાત કરવામાં આવી હતી. વીકેન્ડમાં ખૂબ જ જરૂરી સેવાઓને બાદ કરી બાકીની તમામ સુવિધા બંધ રહેશે.
પ્રવાસી મજૂરો ફર્યા પોતાના વતન તરફ
Maharashtra: Amid surge in COVID19 cases, migrant workers in Mumbai are returning to their native places
— ANI (@ANI) April 4, 2021
"We fear there'll be another lockdown. Last time we ran out of money, our families are worried. Our income has been affected too, that's why returning", says a migrant worker pic.twitter.com/HZA11YBg3O
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31