Last Updated on March 23, 2021 by
સમગ્ર વિશ્વ અને ભારતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે કોરોના મહામારીનો સૌથી વધારે વ્યાપ મહારાષ્ટ્રમાં વ્યાપ્યો છે. ત્યારે મહારાષ્ટ્રમાં રોજના 25 હજારની આસપાસ કેસો આવતા તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ કરનાર તમામ વ્યક્તિઓનું ફરજીયાતપણે સ્ક્રીનિંગ કરવાનું રહેશે. મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ મેળવવા ઇચ્છનાર તમામ વ્યક્તિઓએ છેલ્લાં 72 કલાકમાં RTPCR ટેસ્ટ કરાવેલો હોય અને એમાંય જેનો રિપોર્ટ નેગેટિવ હોય તેઓને જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવશે તેવો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
અત્રે મહત્વનું છે કે, ગુજરાતમાં ગત અઠવાડિયા દરમ્યાન જોવા મળેલા કેસોમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ હાથ ધરતા આ કેસોમાં પણ મહારાષ્ટ્રમાંથી મુસાફરી કરીને પરત આવેલા કે તેના સંપર્કમાં આવેલા વ્યક્તિઓમાં પણ કોરોના સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું.
કોરોનાની સ્થિતિ એક મહિનામાં 5 ગણી વધારે ખરાબ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાની સ્થિતિ વિકટ બની છે. છેલ્લાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 1730 કોરોનાના કેસ નોંધાયા છે. આજથી 1 મહિના પહેલા એટલે કે 30 દિવસ પહેલાં રાજ્યમાં 300થી નીચે કેસ આવતા હતા. આજે 500થી વધારે કેસ તો ફક્ત સુરત અને અમદાવાદમાં આવી રહ્યા છે. કોરોનાની સ્થિતિ એક મહિનામાં 5 ગણી વધારે ખરાબ છે. રાજ્યમાં સરકાર ભલે સબ સલામતના દાવા કરે પરંતુ કોરોનાના વધતા કેસો કંઈક અલગ જ કહે છે. રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 63 ટકા કેસ ફક્ત આ બે જિલ્લાઓમાં
રાજ્યમાં કોરોના કાબુ બહાર થઈ રહ્યો છે. રાજ્યમાં રેકોર્ડબ્રેક 1730 જેટલા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણના નવા રેકોર્ડ સાથે અમદાવાદ અને સુરત જિલ્લામાં કોરોનાના કેસ કાબુ બહાર જઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં જ 500થી વધારે કોરોનાના કેસ આવી રહ્યા છે. રાજ્યમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો હોય તેમ છેલ્લા એક મહિનામાં કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યમાં એક મહિના પહેલા માત્ર 258 જેટલા કેસ આવતા હતા તેની સામે ફક્ત અમદાવાદમાંથી જ 500થી વધારે કેસ સામે આવ્યા છે. માર્ચ મહિનાના 23 દિવસમાં જ 20 હજારથી વધારે કોરોના સંક્રમિતો થયા છે.
સુરતમાં સૌથી વધુ સક્રિય દર્દી જોવા મળ્યાં
સુરત જિલ્લામાં સૌથી વધુ 577 કેસ નોંધાયા છે. જેમાં કોર્પોરેશનમાં 476 અને ગ્રામ્ય વિસ્તારમાં 101 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણના કેસો સુરતમાં સૌથી વધુ સક્રિય દર્દી જોવા મળ્યા છે. હાલ કોરોનાના એક્ટિવ કેસમાં રાજ્યમાં 2360થી વધારે સુરતમાં છે જ્યારે અમદાવાદમાં 1600થી વધારે દર્દીઓ છે. સુરત શહેર અને જિલ્લા મળીને રાજ્યમાં સૌથી વધુ સંક્રમણના કેસો સાથે સુરત પ્રથમ છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31