GSTV
Gujarat Government Advertisement

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ નિયંત્રણ બહાર: 24 કલાકમાં 47 હજારથી વધુ કેસ, 200થી વધુના મોત

Last Updated on April 3, 2021 by

દેશભરમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. જોકે મહારાષ્ટ્ર તો દેશમાં કોરોના વાયરસનું ગઢ બની રહ્યું છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં કુલ 47,827 નવા કોરોના કેસ નોંધાયા છે, જ્યારે આ વાયરસને કારણે 202 લોકોનાં મોત પણ થયા છે. આ સાથે રાજ્યમાં હવે કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 29,04,076 પર પહોંચી ગઈ છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કોરોના કુલ 3,89,832 કેસ છે.

મહારાષ્ટ્ર

આ પહેલા ગુરુવારે રાજ્યમાં 43000 થી વધુ નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રનાં આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરૂવારે રાજ્યમાં કોરોના વાયરસના 43,183 નવા કેસ નોંધાયા હતાં.

આ દરમિયાન, મહારાષ્ટ્રના અન્ય શહેરો પણ કોરોનાના ગઢ બની રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં, મુંબઈમાં કુલ 8,832 નવા કોવિડ કેસ નોંધાયા છે, તેમજ આ વાયરસથી 5352 લોકો સાજા થઇ ચુક્યા છે. તો, આ વાયરસને કારણે 20 લોકોનાં મોત પણ થઇ ગયા છે. આ સાથે, જ શહેરમાં કોરોના સંક્રમણનો કુલ આંક 4,32,192 પર પહોંચી ગયો છે. ત્યાં જ, મુંબઇમાં એક્ટિવ કેસોની સંખ્યા હવે 58,455 પર પહોંચી ગઈ છે.

maharashtra corona

આ ઉપરાંત રાજ્યના અન્ય એક નાગપુર શહેરમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4108 નવા કેસ નોંધાયા છે, જ્યારે 3,214 લોકો વાયરસથી સાજા થયા છે. તો, વાયરસને કારણે 60 લોકોના મોત પણ થયા છે. આ સાથે, શહેરમાં કોરોના દર્દીઓનો આંકડો 2,33,776 પર પહોંચી ગયો છે. આ ઉપરાંત, નાગપુરમાં કોરોનાના કુલ 40,807 એક્ટિવ કેસ છે. તેમજ, વાયરસથી મૃત્યુઆંક પણ 5,281 પર પહોંચી ગયો છે.

શુક્રવારે કેન્દ્રીય કેબિનેટ સચિવ રાજીવ ગાબાએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે એક સમીક્ષા બેઠક કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે 11 રાજુઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થિતિ ચિંતા જનક છે. ખાસ કરીને મહારાષ્ટ્ર પંજાબ અને છત્તીસગઢમાં સ્થિતિ સૌથી ખરાબ છે, કેન્દ્રીય કેબિનેટ સચિવે કહ્યું છે કે કોરોના કેસનો વૃદ્ધિ દર જૂન 2020માં 5.5% હતો જે માર્ચ 2021માં વધીને 6.8 ટકા થયો છે. મૃત્યુ આંકમાં 5.5% જેટલો વધી ગયો છે. સપ્ટેમ્બર 2020માં જયારે કોરોના પોતાના પીક પર હતો ત્યારે દેશમાં 97000 રોજના કેસ આવી રહ્યા હતા. રોજના કેસની સંખ્યા ફરી વધી રહી છે અને તે હવે 81 હજાર સુધી પહોંચી ગઈ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33