Last Updated on March 24, 2021 by
મહારાષ્ટ્રમાં રાજકીય ખેંચતાણમાં એક તરફ વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે, જ્યારે સત્તામાં રહેલા ત્રણેય પક્ષો દ્વારા સતત ગઠબંધન સરકારનો બચાવ કરવામા આવી રહ્યો છે. બીજી તરફ મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
પરમબીરે પોતે કરેલા દાવાઓની સીબીઆઈ દ્વારા તપાસ કરવાની માગ કરી હતી. આ ઉપરાંત અધિકારી રશ્મિ શુક્લાએ જે ટ્રાન્સફર-પોસ્ટિંગનો રિપોર્ટ સબમિટ કર્યો હતો તેની તપાસ કરવાની પણ પરમબીર સિંહે માગ કરી હતી. આ ઉપરાંત પરમબીર સિંહે અપીલ કરી કે, મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખના ઘરના સીસીટીવી ફૂટેજની તપાસ થવી જોઈએ. જેથી તમામ તથ્ય સામે લાવી શકાય.
પરમબીરને તાજેતરમાં જ મુંબઈ પોલીસ કમિશ્નર પદેથી હટાવી હોમગાર્ડના ડીજી બનાવ્યા હતા. પરમબીરે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં દાવો કર્યો હતો કે, રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે સસ્પેન્ડેડ પોલીસકર્મી સચિન વાઝેને દરમહિને 100 કરોડ ભેગા કરવાનો ટાર્ગેટ આપ્યો હતો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31