GSTV
Gujarat Government Advertisement

મહારાષ્ટ્ર ATS બાદ હવે NIA એ પણ આવી શકે છે ગુજરાત, એન્ટિલીયા કેસમાં સામે આવ્યું અમદાવાદ કનેક્શન

Last Updated on March 23, 2021 by

મહારાષ્ટ્ર ATS બાદ હવે NIA પણ ગુજરાત આવી શકે છે. એન્ટિલીયા કેસ તપાસમાં ગુજરાતનું વધુ એક કનેક્શન સામે આવ્યું છે. આ કનેક્શનને લઈને NIA ગુજરાતમાં તપાસ કરી શકે છે. ગુજરાતમાં સચિન વાઝે ગુજરાતી મહિલા સાથે ફરતો હતો. એ મહિલાને લઈને ATS અને NIA તપાસમાં લાગ્યા છે. સચિન વાઝે સુશાંત સદાશિવ ખામકર નામે નકલી આઈડી બનાવી ફરતા હતાં. સચિન વાઝે ગુજરાતી મહિલા સાથે ફરતા ત્યારે સુશાંત ખામકરના નામના નકલી આઈડી સાથે ફરતા હતાં તેવી સુત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ છે. કોઈ સ્થળે સીસીટીવીમાં વાઝે સાથે ગુજરાતી મહિલા પણ દેખાઈ હોવાની સુત્રોની માહિતી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઇમાં થોડાં દિવસ અગાઉ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહારથી મળી આવેલી વિસ્ફોટક ભરેલી કાર મૂકવાની તપાસ મામલે NIA અને મુંબઇ ATS વધુ તપાસ કરી રહી છે. ત્યારે આ સમગ્ર કેસમાં પહેલેથી જ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ ષડયંત્રમાં જરૂરી વસ્તુ માટે સચિન વાજેએ સીંદે નામના સસ્પેન્ડ પોલીસકર્મીને કામ સોંપ્યું હતું અને કોમ્યુનિકેશન માટે તેને બુકી નરેશ દ્વારા અમદાવાદથી સીમ કાર્ડ મેનેજ કરાવ્યા હતાં એવી માહિતી પણ સામે આવી છે. ત્યારે એની અંદર બોડકદેવમાંથી ગાયત્રી ટ્રેડર્સના નામે આ સીમ કાર્ડ ખરીદવામાં આવ્યાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે તમને જણાવી દઇએ કે, આ કેસમાં અવારનવાર નતનવા ઘટસ્ફોટ થઇ રહ્યાં છે.

આ એક પ્રકારનું ષડયંત્ર જ રચવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ હાઇ પ્રોફાઇલ કેસમાં કાવતરું ઘડવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા સીમ કાર્ડ અમદાવાદથી સેટિંગ કરવામાં આવ્યાં હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે.

કિશોર ઠક્કર નામના વ્યક્તિએ 14 જેટલાં સીમ કાર્ડ ખરીદ્યા હતાં

આ કારણોસર મુંબઇ ATS ની ટીમ હિરેન હત્યા કેસની તપાસમાં અમદાવાદ પહોંચી હતી ત્યારે અહીં તપાસ દરમ્યાન મોટો ઘટસ્ફોટ થયો હતો. જેમાં અમદાવાદથી ગાયત્રી ટ્રેડર્સ નામથી આ સીમ કાર્ડ ખરીદવામાં આવ્યાં હોવાનું સામે આવ્યું. શહેરના પકવાન ચાર રસ્તા નજીક કિશોર ઠક્કર નામના વ્યક્તિએ 14 જેટલાં સીમ કાર્ડ ખરીદ્યા હતાં. જેમાંના 5 જેટલાં સીમ કાર્ડ એન્ટિલિયા કેસમાં કરાયા હોવાનું સામે આવ્યું છે. જેમાં બુકી નરેશ ઘોર અને ફેકટરી માલિક વચ્ચેનું કનેક્શન સામે આવ્યું છે. ત્યારે મુંબઈ ATS હાલમાં ફેક્ટરી માલિકની ધરપકડ કરીને મુંબઈ રવાના થઈ ગઇ છે. મુંબઈ એટીએસે કિશોર ઠક્કરની પાટણથી ધરપકડ કરી છે. મુંબઈ ATSની કાર્યવાહીથી પાટણ જિલ્લા પોલીસ અંધારામાં હોય તેવું પણ સામે આવ્યું છે.

This image has an empty alt attribute; its file name is Mumbai-ATS-1024x683.jpg

મુંબઇ ATS બાદ NIA એ ગુજરાત કનેક્શનની તપાસ કરી શકે

મુંબઈ ATS દ્વારા વેપારીની અટકાયત કરી તેને મુંબઈ લઈ ગયાની વિગતો સામે આવી રહી છે તો બીજી બાજુ એન્ટિલિયાની સાથે શું ગુજરાતમાં કોઈ કનેક્શન છે કે નહીં તે અંગેની તપાસ આગામી દિવસોમાં મુંબઈ ATS બાદ NIA એ પણ કરી શકે છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33