Last Updated on April 7, 2021 by
દેશમાં કોરોના વાયરસની બીજી લહર વચ્ચે મહારાષ્ટ્રમાં કોરોનાનું તાંડવ બંધ થવાને બદલે દિવસે દિવસે વિકરાળ બનતું જાય છે. દરરોજ સામે આવતા કેસનો આંકડો નવા વિક્રમ સર્જી રહ્યો છે. છેલ્લા 24 કલાકની અંદર મહારાષ્ટ્રમાં 55,469 નવા કોરોના કેસ સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં કોરોના કેસનો આંકડો 50 હજાર પર પહોંચ્યો છે.
કોરોનાના કારણે ત્યાર સુધીમાં 56,330 લોકોનો જીવ ગયો
નવા 55,469 કેસ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 31,13,354 થઇ છે. તો આ સાથે જ છેલ્લા 24 કલાકની અંદર 297 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતિ પ્રમાણે ગત 24 લાકમાં 34,356 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં સાજા થનારા લોકોની કુલ સંખ્યા 25,83,331 થઇ છે. તો કોરોનાના કારણે ત્યાર સુધીમાં 56,330 લોકોનો જીવ ગયો છે.
મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ
મહારાષ્ટ્રમાં સોમવારે 47,288 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 155 લોકોના મોત થયા હતા. જ્યારે રવિવારે અત્યાર સુધીમાં સૌથી વધારે 57,074 કેસ નોંધાયા હતા. આ આંકડો દેશના કોઇ પણ રાજ્યમાં એક દિવસમાં સામે આવેલા કેસમાં સૌથી વધારે છે.
મુંબઇની વાત કરીએ તો મુંબઇમાં ગત 24 કલાકમાં 10,030 નવા કેસ નોંધાયા છે. જેની સામે આજે 31 લકોના મોત થયા છે. મુંબઇનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 11,828 પર પહોંચ્યો છે. જ્યારે મુંબઇમાં અત્યાર સુધીમાં કુલ 4,72,332 કેસ નોંધાયા છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31