Last Updated on March 27, 2021 by
મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધી રહ્યો હોવાથી મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ ગરદીથી બચવા માટે રવિવાર તા,28 માર્ચ 2021થી રાતથી સમગ્ર રાજ્યમાં રાત્રીકરફયુ લગાડવાનો મોટો નિર્ણય લીધો છે. કોરોનાનું સંકટ ટળ્યું નથી. ઉલ્ટાનું વધી રહ્યું છે એમ મુખ્યપ્રધાને જણાવ્યું હતું. નાઈટ કરફયુ લગાડવામાં આવ્યા બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં આવી નહીં તો નાછુટકે અંતિમ પગલાં તરીકે રાજ્યભરમાં લોકડાઉન મૂકવો પડશે એવા સંકેતો સુદ્ધાં મુખ્યપ્રધાને આપ્યા હતા. આ સંબંધેનો સ્વતંત્ર આદેશ મદદ તથા પુનવર્સન વિભાગને બહાર પાડવાનો કહેવામાં આવ્યું છે.
દરદીઓની સંખ્યા ઘટાડવા નિયમોનો કડક અમલ કરો: મુખ્ય પ્રધાન
મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ સર્વ વિભાગીય કમિશનર, જિલ્લાધિકારી, પાલિકા કમિશનર, પોલીસ સુપરીટેન્ડન્ટ, જિલ્લા શાસકીય હોસ્પિટલમાં સિવિલ સર્જન, જિલ્લા તેમ જ રાજ્ય ટાસ્ક ફોર્સના સભ્યો, મેડિકલ કોલેજના ડીનો સાથે સંવાદ સાધીને રાજ્યમાં કોવિડની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
તેમ જ ઉપાય યોજના પણ જાણી લીધી હતી. આ વિડીયો કોન્ફરન્સ થકી ચર્ચા કરી હતી. આ વેળા વર્ષા બંગલામાં પાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલ, ંમેડિકલ શિક્ષણના સંચાલક તાત્યારાવ લહામે, રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટે સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હતા.
મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે મારો લોકડાઉન લાદવાનો કોઈ ઈરાદો નથી, પરંતુ દર્દીઓની વધતી સંખ્યાને જોતા રાજ્યમાં મોટા પાયે જે આરોગ્ય સંબંધેની સુવિધાઓઊભીકરી છે. તેમાં પણ ઓછી પડતી એવી દેખાય છે. આથી દરેક જિલ્લાને આરોગ્ય સુવિધાઓ, બેડ અને દવાઓની ઉપલબ્ધતા વદારવાની જરૂરિયાત પર ધ્યાન કરવા પણ નિર્દેશ આપ્યો છે.
બ્રિટન જેવા દેશમાં કોરોનાની બીજી લહેર પછી ત્યાં લોકડાઉન મૂકાયું હતું. હવે તેને ધીમે ધીમે ફરીથી ખોલી રહ્યા છે. આવી પરિસ્થિતિ આપણા ત્યાં નિર્માણ થતી દેખાય છે. જોખમ ટળ્યું નથી. ઉલ્ટાનું તે વધી રહ્યું છે. આથી નાગરિકોએ તેને ધ્યાનમાં લેવાની જરૂર છે. આગામી સમયમાં તેનો વધારો કેટલો થશે તેની ખબર નથી.
નિયમોનું પાલ નહીં કરે તો ના છુટકે નજીકના ભવિષ્યમાં કડક પ્રતિબંધો લાદવા પડશે: ઠાકરે
આવા સમયે ફક્ત કડક ઉપાય યોજના લેવાની જરૂર છે. જો કોઈ જિલ્લામાં દરદીઓની સંખ્યા ઝડપથી વધતી હોય તો તાકીદે લોકડાઉન લાગુ કરો પરંતુ અચાનક તેને લાગુ ન કરતાં એવી સૂચના જિલ્લા કલેકટરોને આપી છે. લોકોને સમજવાની અપીલ છે. જો તેઓ શાસનના નિયમોનું પાલ નહીં કરે તો ના છુટકે નજીકના ભવિષ્યમાં કડક પ્રતિબંધો લાદવા પડશે, એમ મુખ્યપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું.
આપણે બેડ, આરોગ્ય સુવિધાઓની સંખ્યા વધારવી જોઈએ. એટલું જ નહીં નર્સો, ડૉકટરોની સંખ્યામાં પણ વધારો કરવો જોઈએ, એમ મુખ્યપ્રધાને જણાવ્યું હતું. રાજ્ય સરકારે ખાનગીકચેરી તેમના કર્મચારીઓનવી હાજરીમાં ફેરફાર તેમ જ ઓફિસના સમયને લગામ માર્ગદર્શિકા જારી કરી છે. તેઓ તેનું પાલન કરે છે કે કેમ તેના પર કડક નજર રાખવામાં આવવી જોઈએ.
મોલ્સ, બાર, હોટેલ, સિનેમાઘરો જેવી ભીડવાળી જગ્યાઓ પર તેમના પર લાદવામાં આવેલી એસ.ઓ.પી. લાગુ ન કરવામાં આવે તો મોલ્સ સાંજે8થી સવાગે7 વાગ્યા સુધી બંધ રહેશે. મુખ્યપ્રધાને એવી સૂચના પણ આપી હતી. એટલું જ નહિં સામાજિક-રાજકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમો પર કોઈ ભીડ ન થાય અને તેના પર કોઈ પ્રતિબંધ ન આવે તેની કાળજી લેવી જોઈએ એમ મુખ્યપ્રધાને જણાવ્યું હતું.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31