GSTV
Gujarat Government Advertisement

શું મહારાષ્ટ્રમાં લાગશે લોકડાઉન? આજે સાંજે સીએમ ઠાકરે કરશે રાજ્યની જનતાને સંબોધન

Last Updated on April 2, 2021 by

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે સમીક્ષા બેઠક બાદ રાજ્યના લોકોને સંબોધન કરશે. સીએમ ઉદ્ધવ ઠાકરેના આ સંબોધન પહેલા જ અટકળો તેજ થઇ ગઈ છે કે તેઓ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી શકે છે.

મુંબઈના મેયર કિશોરી પેડનેગરે સીએમ ઠાકરેના આ સંબોધનની જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું છે કે સંબોધન દરમ્યાન તેઓ વધુ કડકાઈની જાહેરાત કરી શકે છે.

ઠાકરે

પુણેના ડિવિઝનલ કમિશ્નર સૌરભ રાવે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે આગળના 7 દિવસો સુધી બાર, હોટલ, રેસ્ટોરન્ટ પણરહેશે બંધ, આ સિવાય લગ્ન અને અંતિમ સંસ્કાર સિવાય કોઈપણ પ્રકારના સાર્વજનિક કાર્યક્રમો પર પણ રોકથામ લાગવામાં આવશે. લગ્નમાં 50થી વધુ અને અંતિમ સંસ્કારમાં 20થી વધુ લોકોને એકત્રિત થવાની અનુમતિ નહી મળે, આ દરમ્યાન ધાર્મિક સ્થલ પણ સંપૂર્ણ રીતે બંધ રહેશે.

થાણેમાં 4,350 નવા કેસ, 18 લોકોના મોત

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં કોવિડ -19 ના 4,350 નવા કેસ નોંધાયા બાદ સંક્રમિતો સંખ્યા વધીને 3,23,661 થઈ ગઈ છે. એક અધિકારીએ શુક્રવારે આ માહિતી આપી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે ગુરુવારે નવા કેસોની પુષ્ટિ થઈ છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણને કારણે 18 દર્દીઓનાં મોતને લીધે જિલ્લામાં મૃત્યુઆંક 6,510 પર પહોંચી ગયો છે. અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લામાં કોવિડ-19થી મૃત્યુ દર 1.99 ટકા થયો છે. અત્યાર સુધીમાં 2,83,849 દર્દીઓ સાજા થયા છે અને રિકવરી રેટ 87.79 ટકા થયો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33