Last Updated on March 26, 2021 by
મહારાષ્ટ્રમાં કોરોનાના ફફડાટ વચ્ચે ઉપમુખ્યમંત્રી અજિત પવારનું સૌથી મોટુ નિવેદન આવ્યું છે. અજિત પવારે કહ્યું છે કે લોકો કોરોના ગાઈડલાઈનનું પાલન ન કર્યું તો સરકાર ફરી લોકડાઉન લગાવી શકે છે. સરકાર 2 એપ્રિલ સુધી આ મામલાઓ પર નજર રાખી રહી છે. જો કોરોના કાબૂમાં ના આવ્યો તો સરકાર પાસે લોકડાઉન સિવાય કોઈ વિકલ્પ નથી. મહારાષ્ટ્રમાં હાલમાં નવી ગાઈડલાઈનનું એલાન કરાયું છે. જેમાં મોલ, માર્કેટ અને સિનેમાહોલમાં 50 ટકા ટકાની છૂટ છે. લગન્માં પણ 50થી વધારે લોકોને છૂટ નથી. અંતિમ સંસ્કારમાં પણ 20 લોકોને હાજર રહેવાની છૂટછાટ અપાઈ છે. આ તમામ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની જવાબદારી લોકોની છે. અજિત પવારે વધુમાં એમ પણ જણાવ્યું છે કે મેડિકલ સ્ટાફ અને અન્ય અધિકારીઓએ પણ કોરોનાના કેસો વધે તો લોકડાઉન લાગુ કરવાની સલાહ આપી છે. આ મામલે શુક્રવારે નિર્ણય લેવાશે. આ પહેલાં પણ જો સ્થિતિ બગડી તો લોકડાઉન લગાવી શકાય છે.
જો કોરોના કાબૂમાં ના આવ્યો તો સરકાર પાસે લોકડાઉન સિવાય કોઈ વિકલ્પ નથી
આ પહેલાં પણ જો સ્થિતિ બગડી તો લોકડાઉન લગાવી શકાય
મહારાષ્ટ્રમા કોરોના વાયરસથી સંક્રમિત દરદીઓની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ઉછાળો આવી રહ્યો હોવાથી રાજ્યના અનેક જિલ્લામાં કોરોનાની બીજી લહેર રોકવા માટે લોકડાઉન લાગુ કરાઇ રહ્યું છે. મરાઠાવાડાના નાંદેડમાં ૨૫ માર્ચથી ચાર એપ્રિલ વચ્ચે કડક લોકડાઉન લાગુ કરાયું છે. બીડમાં ૨૬ માર્ચથી ચાર એપ્રિલ વચ્ચે જ્યારે પરભણીમાં ૨૪ માર્ચથી પહેલી એપ્રિલ સુધી લોકડાઉન લાગુ કરાયું છે.
બીડમાં ૨૬ માર્ચથી ચાર એપ્રિલ વચ્ચે જ્યારે પરભણીમાં ૨૪ માર્ચથી પહેલી એપ્રિલ સુધી લોકડાઉન
ઔરંગાબાદમા રાત્રે આઠ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યુ તેમજ શનિવાર રવિવારે લોકડાઉન જાહેર કરાયું છે. લાતુરમાં રાત્રે આઠથી સવારે પાંચ વાગ્યા વચ્ચે કડક લોકડાઉન જાહેર કરાયું છે. જાલનામાં સવારે ૯થી સાંજે સાત વચ્ચે જ બજાર ખોલવાની પરવાનગી અપાઇ છે. ઉસ્માનાબાદમાં રાત્રે કર્ફ્યુ લાગુ કરાયો છે. સાંજે સાતથી સવારે પાંચ વાગ્યા સુધી તેમજ દરેક રવિવારે કર્ફ્યુ લાગુ કરાયો છે. હિંગોલીમાં પણ સાંજે સાતથી સવારે પાંચ વાગ્યા સુધી કર્ફ્યુની ઘોષણા કરાઇ છે. આ બધા આદેશોને જોતા હવે અહીંના લોકોમાં ફરી ૨૦૨૦ જેવા લોકડાઉનનું પુનરાવર્તન થશે કે કેમ તેવી ભીતિ નિર્માણ થઇ છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યામા દિન પ્રતિદિન ધરખમ વધારો
મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યામા દિન પ્રતિદિન ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૩૫,૯૫૨ કોરોનાના નવા કેસ નોંધાયા છે. જ્યારે ૨૦૪૪૪ સાજા થયા છે. ૨૪ કલાકમાં ૧૧૧ દર્દીઓએ પ્રાણ ગુમાવ્યા છે. તેની સાથે જ મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા ૨૬૦૦૮૩૩ થઈ છે જેમાંથી ૨૨,૮૬,૦૩૭ સાજા થયા છે જ્યારે ૫૩૭૯૫ના મૃત્યુ નિપજ્યા છે. હાલ રાજ્યમાં ૨૬૨૬૮૫ એકટીવ કેસ છે.
આર્થિક રાજધાની મુંબઈના છેલ્લા ૨૪ કલાકમાં ૫૫૦૪ નવા કોરોનાના કેસ નોંધ્યા હતા. જ્યારે ૨,૨૮૧ વ્યક્તિઓ સાજા થયા હતા અને ૧૪ના મૃત્યુ નિપજ્યા હતા. તેની સાથે જ મુંબઈમાં અત્યાર સુધીમા કોરોના પોઝિટિવ થયેલા દરદીઓની કુલ સંખ્યા ૩,૮૦,૧૪૬ થઈ છે જેમાંથી ૩,૩૫,૦૬૩ સાજા થયા છે જ્યારે ૧૧,૬૨૩ વ્યક્તિના મૃત્યુ નિપજ્યા છે. હાલ મુંબઈમાં ૩૨,૫૨૯ એકટીવ કેસ છે. થાણેમાં અત્યાર સુધીમાં ૩,૧૭,૮૮૫ વ્યક્તિ કોરોનાગ્રસ્ત થયા છે જેમાંથી ૨,૮૬,૮૦૪ વ્યક્તિએ કોરોનાને માત આપી છે જ્યારે ૫૯૧૮ વ્યક્તિ કોરોના સામે જીવનની જંગ હાર્યા છે. હાલ થાણેમાં ૨૫,૧૩૦ એકટીવ કેસ છે.
આર્થિક રાજધાની મુંબઈના છેલ્લા ૨૪ કલાકમાં ૫૫૦૪ નવા કોરોનાના કેસ નોંધ્યા
પુણેમાં અત્યાર સુધીમાં ૪,૯૪,૩૯૩ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થયા છે જેમાંથી ૪,૩૫,૮૫૯ સાજા થયા છે જ્યારે ૮,૨૦૫ મૃત્યુ પામ્યા છે. હાલ પુણેમાં ૫૦,૨૪૦ એકટીવ કેસ છે. મહારાષ્ટ્રનો પોઝિટિવીટી રેટ ઘટીને ૧૩.૭૮ ટકા થયો છે જ્યારે મૃત્યુ દર ૨.૦૭ ટકા થયો છે. રાજ્યનો રિકવરી રેટ ઘટીને ૮૭.૭૮ ટકા થયો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31