GSTV
Gujarat Government Advertisement

Night Curfew: મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાવવાની ભલામણ, સમગ્ર રાજ્યમાં રાતના 8થી સવારના 7 સુધી નાઈટ કર્ફ્યૂ , રસ્તાઓ પર સન્નાટો

Last Updated on March 28, 2021 by

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતી ભયંકર રીતે ખરાબ થતાં રાજ્યમાં રાતના 8 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી કર્ફ્ય લગાવી દીધું છે. અહીં આપેલી તસ્વીરોમાં આપ મરીન ડ્રાઈવના દ્રશ્યો જોઈ શકશો. કોરોનાના વધતા કેસોને ધ્યાને રાખીને ફરી એક વાર લોકડાઉનના ઉંબરે આવીને આપણે સૌ ઉભા છીએ.

કોરોના માટે બનાવામાં આવેલી ફોર્સની ભલામણ પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અધિકારીઓને લોકડાઉન જેવી યોજના બનાવાનું કહેવાયુ છે. જેનાથી આર્થિક ગતિવિધિઓ પણ ઓછામાં ઓછી પ્રભાવિત થાય. અધિકારીઓએ નિવેદનમાં કહ્યુ હતું કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે ઉચ્ચ સ્તરીય બેઠકમાં કોરોનાની સ્થિતી અંગે સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજે ટોપે, સ્વાસ્થ્ય વિભાગના મુખ્ય સચિવ ડો. પ્રદીપ વ્યાસ સહિત કેટલાય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. ડૉ. વ્યાસે જણાવ્યુ હતું કે, કેસો વધતા સ્વાસ્થ્ય સેવાઓ પર દબાણ વધી રહ્યુ છે. જેના કારણે ઓક્સિજન સપ્લાઈ, વેંટીલેટરની કમી થઈ શકે છે. ત્યારે ચિંતાની બાબત છે કે, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 40 હજારની આસપાસ કેસો આવ્યા છે.

આ ઘટના બાદ ટાસ્ટ ફોર્સે લોકડાઉન જેવા પ્રતિબંધો લગાવાની ભલામણ આપી છે. મુખ્યમંત્રીએ પણ આવી જ યોજના બનાવાનું કહ્યુ છે, જેનાથી આર્થિક ગતિવિધિઓ પર ઓછામાં ઓછો બોજ આવે. લોકડાઉનની જાહેરાતને લઈને હાલ લોકોમાં પણ કેટલાય પ્રકારના પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનાં નવા કેસોની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. દરરોજ હજારો નવા કેસ નોંધાઇ રહ્યા છે. આજે તમામ જુના રેકોર્ડ તૂટી ગયા છે. છેલ્લા 24 કલાકમાં 40 હજારથી વધુ નવા કેસ મળી આવ્યા છે. મુંબઈમાં પણ અત્યાર સુધીમાં સૌથી વધુ નવા કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ, રાજ્યમાં કોરોના સંક્રમણ ફેલાતું રોકવા નાઈટ કર્ફ્યુ પણ લાગુ કરવામાં આવ્યું છે.

રાજ્યનાં આરોગ્ય વિભાગના આંકડા મુજબ, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 40,414 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત 108 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,71,3875 લોકો કોરોનામાં સંક્રમિત થઇ ચુક્યા છે, જ્યારે 54,181 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં હાલમાં 3,25,901 એક્ટિવ કેસ છે. શનિવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપના 35,726 નવા કેસ નોંધાયા હતાં.

તો વળી, મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં, 6923 નવા કેસ મળી આવ્યા છે, જ્યારે 8 લોકોનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કુલ કેસ વધીને 3,98,674 થઇ ગયા છે. મુંબઈમાં અત્યાર સુધીમાં 11,649 લોકોનાં મોત નીપજ્યાં છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33