Last Updated on March 5, 2021 by
છત્તીસગઢના ગઢચિરોલીમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે સતત 12 કલાકથી અથડામણ ચાલી રહી છે. ભાભરાગઢ તાલુકાના જંગલોમાં આવેલ આબુજમાડ પહાડ પર અંદાજે 12 કલાકથી અથડામણ ચાલી રહી છે. વાયુસેનાના હેલિકોપ્ટરથી વધારેમાં વધારે કમાન્ડ મોકલવામાં આવી રહ્યાં છે. એવું કહેવાઇ રહ્યું છે કે, હથિયારબંધ નક્સલીઓના મોટા ગ્રુપે સુરક્ષાદળો પર હુમલો કરી દીધો છે.
270 પોલીસકર્મીઓ સહિત નવ દળોની ટીમ ઘટનાસ્થળે
એવું જણાવવામાં આવી રહ્યું છે કે, મહારાષ્ટ્ર બોર્ડર પર નક્સલીઓ અને C60 કમાન્ડોની વચ્ચે મોટી અથડામણ ચાલી રહી છે. સૂત્રોનું કહેવું છે કે, સેંકડોની સંખ્યામાં સશસ્ત્ર નક્સલી કેડરોએ પોલીસ પાર્ટી પર ઘાત લગાવીને હુમલો કર્યો છે. 270 પોલીસકર્મીઓ સહિત નવ દળોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યાં છે. છત્તીસગઢ પોલીસ પણ સુરક્ષાદળોને સહાયતા પ્રદાન કરે છે.
નક્સલીઓ તરફથી અંધાધુંધ ફાયરિંગ
વાયુસેનાથી હવાઇ સહાયતા પણ માંગવામાં આવી હતી. ત્યાર બાદ વાયુસેનાના હેલિકોપ્ટરથી ઘટનાસ્થળ પર જવાનોને મોકલી દેવામાં આવ્યાં છે. એક જવાન ઘાયલ છે, જેની સારવાર ચાલી રહી છે. પોલીસ હાલમાં જ્યારે પહાડ પર છે એવામાં નક્સલીઓએ પહાડી ક્ષેત્રને ઘેરી લીધો છે. નક્સલીઓ તરફથી અંધાધુંધ ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31