Last Updated on February 28, 2021 by
મહારાષ્ટ્રના વનમંત્રી સંજય રાઠોડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સૂત્રો મુજબ ટિકટોક સ્ટારની આત્મહત્યાના મામલાના વિવાદને લઈને ઘેરાયેલા શિવસેના નેતા સંજય રાઠોડે રવિવારે સીએમ ઉધ્ધવ ઠાકરેની મુલાકાત લઈને તેમણે પોતાનું રાજીનામું આપી દીધું છે. સંજય રાઠોડે સીએમ ઉદ્ધવ ઠાકરેને પોતાનું રાજીનામું સ્વિકારવા જણાવ્યું છે.
ટીકટોક સ્ટાર પૂજા ચૌહાણની આત્મહત્યા મામલાને લઈને વિવાદોમાં ઘેરાયેલા
જણાવી દઈએ કે ટીકટોક સ્ટાર પૂજા ચૌહાણની આત્મહત્યા મામલાને લઈને વિવાદોમાં ઘેરાયેલા રાઠોડ પર આજે જ શિવસેના નેતા સંજય રાઉતે એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેમને રાજધર્મની યાદ અપાવતા છત્રપતિ શિવાજી મહારાજનો ફોટો શેર કર્યો હતો. આ ફોટા પર લખ્યું શિવાજી મહારાજના હાથમાં જે શાહી છડી છે તે એક પ્રતિક છે. આ મહારાષ્ટ્ર ધર્મની તરફ ઈશારો કરે છે. જેનો અર્થ છે રાજધર્મ.
— Sanjay Raut (@rautsanjay61) February 28, 2021
સરકાર આના પર કાર્યવાહી કરશે
આ પહેલા વિપક્ષના સવાલો પર સંજય રાઉતે કહ્યું હતું કે આ મામલો મહારાષ્ટ્ર સરકારથી સંબંધિત છે. અને સરકાર આના પર કાર્યવાહી કરશે. રાઠોડ સિનિયર મંત્રી છે. અને પાર્ટીનો મોટો ચહેરો પણ છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ આ મામલે તપાસ માટે કહ્યું છે. પાર્ટીમાં આને લઈને કોઈ સંશય નથી. જ્યારે આ મુદ્દે ડેપ્યુટી સીએમે કહ્યું કે તમે કેવી રીતે કહી શકો છો કે શિવસેનાએ આ મામલે ચુપકિદી સાધી છે.
મહિલાની મોત દુર્ભાગ્યપૂર્ણ, મોત પછી ગંદી રાજનીતિ ખેલાઈ રહી
પૂણેની 22 વર્ષીય ટિકટોક સ્ટાર પૂજા ચૌહાણે બિલ્ડિંગના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. મોત પછી પૂજાનું નામ મહારાષ્ટ્રના વનમંત્રી સંજય રાઠોડ સાથે જોડી દેવાયું હતું. તેને લઈને રાજનીતિ ગરમાઈ હતી. સંજય રાઠોડે પોતાના પર લાગેલા આરોપોને ફગાવતા કહ્યું કે મહિલાની મોત દુર્ભાગ્યપૂર્ણ. મોત પછી ગંદી રાજનીતિ ખેલાઈ રહી છે. વિપક્ષ પહેલેથી જ ઉદ્ધવ સરકાર પર હમલાવર થઈને રાઠોડને પદ પરથી હટાવવા અને મોત મામલે વિસ્તૃત તપાસની માગ કરી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31