GSTV
Gujarat Government Advertisement

Maharashtra Corona Cases : મહારાષ્ટ્રમાં US જેવી સ્થિતિ, એક જ દિવસમાં મળ્યાં અધધ… 36 હજાર નવા કેસો

Last Updated on March 25, 2021 by

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ ગંભીર થઈ રહી છે. રાજ્યમાં સતત નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. બુધવારે મહારાષ્ટ્રમાં જૂના તમામ રેકોર્ડ્સ તુટી ગયા છે. રાજ્યમાં 36 હજાર કરતા વધારે નવા કેસો સામે આવ્યાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિને લઈને કેન્દ્ર સરકારે પણ બુધવારે ચિંતા વ્યક્ત કરી હતી.

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં આજે કોરોનાના 31, 855 કેસ મળી આવ્યાં છે. જ્યારે 15098 લોકો બિમારીથી સ્વસ્થ થયા છે. આજે 95 લોકોના સંક્રમણના કારણે મોત નીપજ્યાં છે. નવા આંકડા બાદ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 25,64,881 થઈ ગઈ છે. 22,62,593 લોકો બિમારીમાંથી રિકવર થયા છે. અત્યારસુધીમાં 53684 લોકોના મોત બિમારીના કારણે થઈ ચુક્યાં છે. મહારાષ્ટ્રમાં હજુ 2,47,299 એક્ટિવ કેસ છે.

તો મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં પણ પહેલી વખત પાંચ હજારથી વધારે કેસ સામે આવ્યાં છે. શહેરમાં 5185 નવા કેસો નોંધાયા છે. જ્યારે 2088 નવા દર્દીઓ સ્વસ્થ થયા છે અને 6 લોકોના મોત નીપજ્યાં છે. તે બાદ શહેરમાં 3,74,611 કુલ કેસ સામે આવી ચુક્યાં છે. અત્યારસુધીમાં 3,31,322 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે 11,606 લોકોના મોત નીપજી ચુક્યાં છે. મુંબઈમાં પણ કોરોનાના 30,760 એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રના ઠાળે જિલ્લામાં કોરોના વાયરસ સંક્રમણના 2538 નવા કેસો સામે આવતા સંક્રમણના કુલ કેસ વધીને 2,93,154 થઈ ગયાં છે. જ્યારે 11 દર્દીઓના મોત નીપજ્યાની સાથે જિલ્લામાં મૃતકોની સંખ્યા વધીને 6403 થઈ ગઈ છે. એક અધિકારીએ બધવારે આ અંગે જાણકારી આપી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, પાલઘર જિલ્લામાં કોવિડ-19ના કુલ કેસ 47,830 છે. જ્યારે મૃતકોની સંખ્યા 1212 થઈ ગઈ છે.

બિડ જિલ્લામાં 26 માર્ચથી 4 એપ્રી સુધી સમગ્ર રીતે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. નાગપુર, મુંબઈ અને પૂણે સિવાય બિડ જિલ્લામાં મોટી સંખ્યામાં વિતેલા કેટલાક સમયમાં કોરોનાના કેસ મળી રહ્યાં છે. આ પહેલા નાગપુરમાં પણ પ્રશાસને 15થી 21 માર્ચ સુધી સદંતર લોકડાઉન કર્યું હતું. જેને વધારીને 31 માર્ચ સુધી કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં નાઈટ કર્ફ્યુ ફણ લાગુ છે. 10 દિવસના લોકડાઉન દરમયાન તમામ મેરેજ હોલ, હોટલ અને રેસ્ટોરન્ટ બંધ રહેશે. તે સિવાય તમામ સ્કુલ અને કોલેજો પણ બંધ રાખવાનો આદેશ દેવામાં આવ્યો છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33