GSTV
Gujarat Government Advertisement

સીએમ ઠાકરેની ચેતવણી છતાં વધી રહ્યા છે કેસ / નાગપુરમાં લાગુ કરાયું લોકડાઉન, હવે આ શહેરોનો વારો

Last Updated on March 15, 2021 by

મહારાષ્ટ્રના નાગપુરમાં એક અઠવાડિયા માટે લોકડાઉન લાગુ થયુ છે. જેના કારણે શહેરના રસ્તાઓ સવારના સમયે પણ સુમસામ જોવા મળ્યા હતા. રસ્તાઓ પર સન્નાટો જોવા મળ્યો. નાગપુરમા માત્ર શહેરી વિસ્તારમાં  જ કરફ્યુ લાગી કરી દેવાયો છે. જોકે આવશ્યક સેવાઓ ચાલુ છે.

maharashtra corona

આ શહેરોમાં પણ લાગ્યું નાઈટ કરફ્યુ

લોકડાઉન લાગુ થવાના એક દિવસ પહેલ શનિવારે નાગપુરના શાક માર્કેટમાં ભારે ભીડ જોવા મળી હતી. નાગપુર સિવાય અકોલા, ઔરંગાબાદ, પૂણે, નાસિક સહિતના જિલ્લાઓમાં નાઈટ કરફ્યૂ લાદવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસ વધતા રહેશે અને લોકો બેદરકારીપૂર્ણ વર્તન કરતાં રહેશે તો સરકારે અન્ય જિલ્લાઓમાં અને સંભવતઃ આખા મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગુ કરવાની ફરજ પડી શકે છે.

સીએમ ઠાકરેની ચેતવણી

દેશની આર્થિક રાજધાની મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉનની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. રવિવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 16 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. પરિણામે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોનાના કેસ નિયંત્રણમાં નહીં આવે તો આખા રાજ્યમાં લોકડાઉન લાદવાની ચેતવણી આપી હતી.

કોરોના

દેશમાં કોરોના 25 હજારથી વધુ કેસ

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં રવિવારે કોરોનાના નવા ૨૫,૩૨૦ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા ૧,૧૩,૫૯,૦૪૮ થઈ હતી. દેશમાં છેલ્લે ૨૦મી ડિસેમ્બરે એક દિવસમાં ૨૬,૬૨૪ કેસ નોંધાયા હતા. દેશમાં રવિવારે કોરોનાથી વધુ ૧૬૧નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૧,૫૮,૬૦૭ થયો હતો. દેશમાં છેલ્લા ૪૪ દિવસમાં એક દિવસમાં આ સૌથી વધુ મોત થયા છે. 

કોરોનાની તપાસ માટે કુલ ૨૨.૬૭ કરોડના સેમ્પલ લેવાયા

દેશમાં કોરોનાના એક્ટિવ કેસ પણ સતત વધી રહ્યા છે. રવિવારે એક્ટિવ કેસ વધીને ૨,૧૦,૫૪૪ થયા હતા, જે કુલ કેસમાં ૧.૮૫ ટકા છે જ્યારે રીકવરી રેટ ૯૬.૮૨થી ઘટીને ૯૬.૭૫ થયો હતો. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૧,૦૯,૮૯૭ દર્દીઓ સાજા થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ જણાવ્યું હતું કે, શનિવારે કોરોનાની તપાસ માટે ૮,૬૪,૩૬૮ લોકોના સેમ્પલ સાથે કુલ ૨૨,૬૭,૦૩,૬૪૧ લોકોના સેમ્પલ લેવાયા છે.

મહારાષ્ટ્રમાં વધુ ૮૮નાં મોત, મુંબઈમાં ૧૯૬૨ નવા કેસ

દેશમાં કોરોનાના દૈનિક કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં ૮૭.૭૩ ટકા કેસ માત્ર સાત રાજ્યોમાં નોંધાયા છે. આ સાત રાજ્યોમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત, તામિલનાડુ અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોનાના ૧૬,૦૦૦થી વધુ નવા કેસ નોંધાયા છે અને વધુ ૮૮નાં મોત થયા છે. મુંબઈમાં રવિવારે ૧૯૬૨ નવા કેસ સામે આવ્યા હતા. 

હોટેલ-રેસ્ટોરાંને માર્ગદર્શિકાના પાલનની ઉદ્ધવની ચેતવણી

મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસને પગલે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લૉકડાઉન અંગે અંતિમ ચેતવણી આપી હતી. ઉદ્ધવ ઠાકરેએ હોટેલ-રેસ્ટોરાંને તેમના પરિસરોમાં કોરોનાના દિશા-નિર્દેશોનું કડકાઈથી પાલન કરવા આદેશ આપ્યો હતો અને ચેતવણીભર્યા સૂરમાં કહ્યું હતું કે, રાજ્ય સરકારને આખા રાજ્યમાં લોકડાઉન લાગુ કરવા જેવા આકરા નિર્ણય લેવા માટે મજબૂર કરવામાં ન આવે. 

લોકોની બેદરકારી સામે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નારાજ

મહારાષ્ટ્રમાં નાગપુરમાં એક સપ્તાહનું લોકડાઉન લાગુ કરાયું છે. અકોલા, ઔરંગાબાદ, પૂણે, નાસિક સહિતના જિલ્લાઓમાં નાઈટ કરફ્યૂ લાદવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસ વધતા રહેશે અને લોકો બેદરકારીપૂર્ણ વર્તન કરતાં રહેશે તો સરકારે અન્ય જિલ્લાઓમાં અને સંભવતઃ આખા મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગુ કરવાની ફરજ પડી શકે છે.

કર્ણાટકમાં કોરોનાના કુલ કેસ ૯.૫૯ લાખ, મૃત્યુઆંક ૧૨,૩૮૭

દરમિયાન કર્ણાટકમાં પણ કોરોનાની સ્થિતિ વકરી રહી છે. દેશમાં જે સાત રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેમાં કર્ણાટકનો પણ સમાવેશ થાય છે. છેલ્લા એક સપ્તાહમાં કર્ણાટકમાં કોરોનાના ૪૩૦૦થી વધુ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૯,૫૯,૩૩૮ થઈ છે. અને ૧૨,૩૮૭નાં મોત નીપજ્યાં છે. કર્ણાટકના મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ પણ રવિવારે લોકોને ચેતવણી આપી હતી કે, તેઓ રાજ્યમાં લોકડાઉન ન ઈચ્છતા હોય તો કોરોનાની માર્ગદર્શિકાઓનું પાલન કરે. તેમણે કહ્યું, હું હાથ જોડીને લોકોને સહયોગ કરવા માટે અપીલ કરું છું. લોકો સહયોગ કરશે તો મને વિશ્વાસ છે કે લોકડાઉન વિના પણ આપણે કોરોના પર નિયંત્રણ મેળવી શકીશું.+

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33