GSTV
Gujarat Government Advertisement

લોકડાઉન પર રાજકારણ: મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાના નિર્ણયની વિરુદ્ધમાં ઉતર્યા NCP-BJP, મુખ્યમંત્રી પર લગામ લગાવાની તૈયારી

Last Updated on March 30, 2021 by

દેશમાં વધી રહેલા કોરોના સંકટના કારણે સૌ કોઈની ચિંતા વધી રહી છે. સૌથી વધારે ખતરો મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. કારણ કે,અહીં નવા કોરોના કેસની રફ્તાર ખૂબ જ ઝડપથી વધી રહી છે. અત્યાર રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની સંભાવના વધી રહી છે. ગત દિવસોમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તેના સંકેતો પણ આપ્યા હતા, પણ હવે પૂર્ણ લોકડાઉન વિરુદ્ધમાં અવાજ ઉઠાવી રહ્યા છે.

હકીકતમાં મહારાષ્ટ્રમાં વિતેલા થોડાક અઠવાડીયાની વાત કરીએ તો,અહીં સૌથી વધારે કેસો આવી રહ્યા છે. ત્યારે આવા સમયે કેટલાય જિલ્લામાં પોતાની રીતે લોકડાઉન લગાવી દેવામાં આવ્યા છે. સંકટને જોતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પોતાના રાજ્યોના અધિકારીઓને પૂર્ણ લોકડાઉનનું ઓપ્શન ખુલ્લુ રાખવાનો નિર્દેશ પણ આપ્યો છે. ઉદ્ધવનું કહેવુ છે કે, રાજ્યમાં લોકો ગાઈડલાઈનનું પાલન નથી કરતા.

NCP અને BJP નો સંપૂર્ણ લોકડાઉન સામે વિરોધ

જો કે, હાલમાં સમગ્ર રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ લગાવી દીધુ છે. જેથી રાતના સમયે ભીડ ઓછી કરી શકાય. પણ રાજ્યમાં પણ સંપૂર્ણ લોકડાઉનને લઈને વિરોધ થઈ રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રીઅને એનસીપીના નેતા નવાબ મલ્લિકે જણાવ્યું હતું કે લોકડાઉનને ટાળી શકાય, જો લોકો નિયમોનું સારી રીતે પાલન કરે તો.

નવાબ મલ્લિકે કહ્યુ હતું કે, અમે વધુ એક લોકડાઉન સહન નહીં કરી શકીએ. એટલા માટે મુખ્યમંત્રી અન્ય ઓપ્શન પર વિચાર કરે. જોકે, ગત દિવસોમાં એનસીપી નેતા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે એક નિવેદનમાં જણાવ્યુ હતું કે, તેમણે કહ્યું હતું કે, જો લોકો નિયમો નહીં પાળે તો, સરકાર લોકડાઉન લગાવામાં જરાં પણ અચકાશે નહીં.

વિપક્ષી પાર્ટી ભાજપ પણ કરી રહી છે વિરોધ

આ બાબતે ફક્ત સરકારમાં રહેલા લોકો જ નહીં, પણ વિપક્ષી પાર્ટી ભાજપ પણ સંપૂર્ણ લોકડાઉનનો વિરોધ કરી રહી છે. મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટિલે કહ્યુ હતું કે, કોરોના સંકટને રોકવા માટે હવે લોકડાઉન કોઈ ઉપાય નથી. તેમણે કહ્યુ હતું કે, ફક્ત ભાજપ જ નહીં, પણ દરેક લોકો, વેપારી આવા કોઈ પણ નિર્ણયનો વિરોધ કરશે.

કોવિડ ટાસ્ક ફોર્સે કોરોના પર રોક લગાવવા માટે રાજ્યમાં લોકડાઉનની ભલામણ કરી છે. ત્યાર પછી સીએમ ઉદ્ધવ ઠાકરેએ પણ આ અંગે સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે લોકો નિયમોનું પાલન કરી નથી રહ્યા માટે લોકડાઉન પર વિચાર કરવો પડી શકે છે. એના માટે હવે સરકારનામાં બે સુર સંભળાઈ રહ્યા છે.

સીએમ ઉદ્ધવ ઠાકરેના આ વિચારથી સરકારના સહયોગી દળ એનસીપી સહેમત નથી. મહારાષ્ટ્રમાં મંત્રી અને એનસીપી નેતાએ લોકડાઉનના મામલે ઉદ્ધવ ઠાકરેથી એકદમ અલગ કહ્યું છે. તેમણે કહ્યું કે અમે ફરી લોકડાઉનનો સ્વીકાર કરી શકીએ નહિ.

NCP નેતા નવાબ મલિકે કહ્યું કે, અમે મુખ્યમંત્રીના અન્ય વિકલ્પો પર વિચાર કરવા કહ્યું છે. કોરોનાના વધતા કેસોના કારણે તેમણે પ્રશાસનને લોકડાઉનને લઇ તૈયાર રહેવા કહ્યું છે, પરંતુ એનો મતલબ એ નથી કે લોકડાઉન લગાવવું જ વિકલ્પ છે. જો લોકો નિયમોનું પાલન નહિ કરે તો ફરી એનાથી પણ બચી શકાય છે.

મુખ્યમંત્રી તૈયારીઓમાં લાગ્યા

જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે એવી યોજના તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો જેથી અર્થવ્યવસ્થા ઓછી પ્રભાવિત થાય. CM સાથે થયેલી બેઠકમાં રાજ્ય સ્વાસ્થ્ય વિભાગના મંત્રી સચિવ ડૉ. પ્રદીપ વ્યાસે કહ્યું કે આગામી દિવસોમાં બેડની સંક્યા, ઑક્સીજન અને વેંટિલેટર પર ભારે દબાદ હશે. અને જો કેસની સંક્યા ઝધે છે તો તેની અછતનો પણ સામનો કરવો પડી શકે છે. નિવેદનમાં CM ઠાકરેના હવાલાથી કહેવામાં આવ્યુ હતું કે, લૉકડાઉનની જાહેરાત થવા પર લોકો વચ્ચે કોઈપણ પ્રકારની અસમંજસની સ્થિતી ન હોવી જોઈએ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33