GSTV
Gujarat Government Advertisement

કોરોના બેકાબુ/ મહારાષ્ટ્ર અને પંજાબમાં પરિસ્થિતિ વધુ ખરાબ, આ 9 જિલ્લાઓમાં નોંધાયા સૌથી વધુ કેસ

કોરોના

Last Updated on March 24, 2021 by

દેશમાં કોરોનાએ ફરી કાળો કેર વર્તાવ્યો છે. ફરીથી કોરોનાના કેસોમાં સતત વધારો થતા દેશમાં ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઇ છે. ત્યારે આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે, ‘કોરોના વાયરસના સક્રિય મામલા 10 જિલ્લાઓમાં કેન્દ્રિત છે. આ જિલ્લાઓ છે – પુણે, નાગપુર, મુંબઇ, ઠાણે, નાસિક, ઔરંગાબાદ, બેંગલુરૂ અર્બન, નાંદેડ, જલગાંવ, અકોલા. આ 10 જિલ્લાઓમાં સક્રિય (એક્ટિવ) કેસ વધારે પ્રમાણમાં છે. તેમાંથી 9 જિલ્લા તો માત્ર મહારાષ્ટ્રના જ છે અને એક જિલ્લો માત્ર કર્ણાટકનો છે.

બુધવારના રોજ યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે જણાવ્યું કે, ‘બે રાજ્યોમાં મહારાષ્ટ્ર અને પંજાબમાં સ્થિતિ સૌથી વધારે ચિંતાજનક છે. મહારાષ્ટ્રમાં માત્ર છેલ્લાં 24 કલાકમાં જ કોરોનાના નવા 28,000 કેસો સામે આવ્યાં છે અને પંજાબમાં પોતાની કુલ જનસંખ્યાની સરખામણીમાં વધારે સંખ્યામાં નવા કેસો સામે આવી રહ્યાં છે. આ બંને રાજ્યોના અધિકારીઓની સાથે બેઠક પણ કરવામાં આવી.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે, ‘હાલમાં ભારતમાં 3,68,457 એક્ટિવ કેસ છે. 10 રાજ્યોએ પોતાના હેલ્થકેર શ્રમિકોનું 100% વેક્સિનેશન કર્યું છે. સરકારે નિર્ણય લીધો કે, એક એપ્રિલથી 45 વર્ષથી વધારે ઉંમરના નાગરિક વેક્સિન લગાવી શકે છે. આ નિર્ણય એટલાં માટે લેવામાં આવ્યો કારણ કે, આપણાં દેશમાં કોરોના વાયરસથી કુલ મોતોના 88% મોત 45 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકોના છે.

એક્ટિવ કેસ

મહારાષ્ટ્ર28,699
પંજાબ2254
ગુજરાત1790
મધ્ય પ્રદેશ1502
કર્ણાટક2000
તમિલનાડુ1437

નવા વેરિઅન્ટના કેસોની સંખ્યા

ભારતમાં કોરોનાના ડબલ મ્યુટન્ટ વેરિઅન્ટના કેસમાં ઘણો વધારો થઇ ગયો છે. ભારત સરકારે આપેલી જાણકારી અનુસાર, દેશમાં 771 એવાં કેસો સામે આવ્યાં છે કે, જે કોરોના વાયરસના નવા વેરિઅન્ટ સાથે જોડાયેલા છે. જેમાં 736 કેસ યૂકેના કોરોના વેરિઅન્ટ, 34 કેસ સાઉથ આફ્રિકાના વેરિઅન્ટ, એક કેસ બ્રાઝીલિયન વેરિઅન્ટના કેસ સામે આવ્યાં છે. મહારાષ્ટ્ર, કેરલ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પણ કોરોનાના નવા વેરિઅન્ટના કેસ મળ્યાં છે. હવે કેન્દ્ર સરકારે ત્યાર બાદ તમામ રાજ્ય સરકારને સખ્તાઇથી વર્તવાનું કહ્યું છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33