GSTV
Gujarat Government Advertisement

મહારાષ્ટ્રમાં મોતના આંકનો હાહાકાર મચશે : કોરોનામાં જે સૌથી વધારે જરૂરી એની જ અછત, મોદી સરકારને કરી વિનંતી

Last Updated on April 7, 2021 by

મહારાષ્ટ્રની અંદર હવે દરરોજ 50 હજાર કરતા વધારે કોરોના કેસ સામે આવી રહ્યાં છે. જેના કારણે રાજ્યમાં ઓક્સિજનની અછત ઉભી થઇ છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ બુધવારે કેન્દ્ર સરકારને કહ્યું કે પાડોશી રાજ્યો પાસેથી ઓક્સિજનની પૂર્તિ કરવામાં આવે. રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પહેલા જ કહી ચુક્યા છે કે જો આવી રીતે કેસ વધતા રહ્યાં તો આવનારા થોડા દિવસોમાં જ સ્વાસ્થ્ય સંસાધનો ખુટવા લાગશે. ઉલ્લેખનીય છે કે કોરોનામાં જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થાય છે તેમને ઓક્સિજન આપવામાં આવે છે.

ગમે તે ભોગે મેડિકલ ઓક્સિજનની આપૂર્તિ બંધ નહી થવા દઇએ

રાજેશ ટોપેએ કહ્યું કે રાજ્યાં 12 મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન થાય છે અને સાત ટન કરતા વધારે ઓક્સિજનનો વપરાશ થાય છે. ત્યારે અમે અપીલ કરી છે કે પાડોશી રાજ્યોમાંથી મેડિકલ ઓક્સિજનની આપૂર્તિ કરવામાં આવે. જો જરુર પડશે તો અમે તેવાં ઉદ્યોગોને પણ બંધ કરી દઇશું કે જેમને ઓક્સિજનની જરુર હોય છે. ગમે તે ભોગે મેડિકલ ઓક્સિજનની આપૂર્તિ બંધ નહી થવા દઇએ.

સ્વાથ્ય મંત્રીએ જણાવ્યું કે મેડિકલ માટે વપરાતો ઓક્સિજન મેળવવા માટે અમે ઘણી ટેકનોલોજી પર કામ કરી રહ્યા છીએ. મંગળવારે અમે એવી ટેકનોલોજી વિશે પણ જાણકારી મેળવી છે કે જેના કારણે હવામાં રહેલા ઓક્સિજનને એકઠો કરી શકાય. જેના કારણે લિક્વિફાઇડ અને પ્રેશરાઇઝ્ડ ઓક્સિજનની માંગને પુરી કરી શકાશે.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં કોરોનાની રસીના સ્ટોકનો સ્ટોક ખતમ થવાને આરે

મહારાષ્ટ્રમાં બેકાબૂ બનેલા કોરોનાના કેસ વચ્ચે કોરોનાની રસીના સ્ટોકનો સ્ટોક ખતમ થવાને આરે છે. મહારાષ્ટ્રમાં ત્રણ દિવસ સુધી ચાલી શકે તેટલો રસીનો સ્ટોક હોવાનું સામે આવ્યું છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપે જણાવ્યુ કે, રાજ્યમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ છે. જેના કારણે રાજ્યમાં કોરોનાના કેસમાં રોકેટ ગતિ આવી છે.

રાજ્યમાં કોરોનાની સાથે રસીકરણ અભિયાન ચાલુ કરવામાં આવ્યુ છે. પરંતુ કોરોનાની રસીનો જથ્થો માત્ર ત્રણ દિવસ ચાલે તેટલો છે. જેથી રાજ્યમાં વધુ રસીનો જથ્થો પુરો પાડવાની જરૂર છે. મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકાર પાસે 20થી 40 વર્ષના લોકોને રસી આપવાની માંગ કરી છે. મહારાષ્ટ્રમાં હાલમાં 14 લાખ રસીના ડોઝ છે. તો અત્યાર સુધીમાં 85 લાખથી વધુ રસીના ડોઝ લોકોને આપવામાં આવ્યાં છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33