GSTV
Gujarat Government Advertisement

મહારાષ્ટ્રમાં કોરોના બોમ્બ ફુટ્યો : આજે 23 હજારથી વધારે નવા કેસ સામે આવ્યાં, 84ના મોત નીપજ્યાં

કોરોના

Last Updated on March 17, 2021 by

મહારાષ્ટ્રમાં આજે કોરોનાના 23,179 નવા કેસો સામે આવ્યા છે. કોરોનાના કારણે 84 લોકોના મોત નીપજ્યાં છે. કુલ કેસની સંખ્યા 23,70,507 થઈ છે. અત્યારસુધીમાં 53,080 લોકોના મોત નીપજ્યાં છે. મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં આજે કોરોનાના 3370 નવા કેસ સામે આવ્યાં છે, અને 16 લોકોના મોત નીપજ્યાં હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. કુલ કેસની સંખ્યા 1,78,756 થયા છે જ્યારે અત્યારસુધીમાં 4505 લોકોના મોત નીપજ્યાં છે.

  • મહારાષ્ટ્રમાં આજે કોરોના 23,179 નવી કેસ નોંધાયા છે અને 84 લોકોની મૃત્યુ થઈ છે. કુલ કેસ 23,70,507 થયા, અત્યારસુધીમાં 53,080ના મોત.
  • ગુજરાતમાં કોરોનાના 1,122 નવા કેસ નોંધાયા છે અને 3 લોકો મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં કુલ કેસ 2,81,173એ પહોંચ્યા.
  • દિલ્હીમાં આજે કોરોનાના 536 નવા કેસ નોંધાયા છે અને 3 લોકોના મોત થયા છે.
  • મહારાષ્ટ્રના નાગપુરમાં આજે કોરોનામાં 3370 નવા કેસ નોંધાયા છે અને 16 લોકોના મોત થયા છે. કુલ 1,78,756 વાર, 4,505એ મોતનો આંક પહોંચ્યો છે.
  • દેશમાં 6.5 ટકા કોરોના વેક્સિન બરબાદ થઈ ગઈ છે. તેલંગણા અને આંધ્ર પ્રદેશમાં 17.6 ટકા વેક્સિન બરબાદ થઈ.
કોરોના

દેશમાં કોરોના વાઈરસ સંક્રમણના કેસોની સંખ્યામાં વધવા મુદ્દે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સ્થિતિ અંગે માહિતી આપી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે,‘દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસમાંથી 60 ટકા મહારાષ્ટ્રમાં છે. છેલ્લા 15 દિવસમાં 16 રાજ્યોના 70 જીલ્લામાં કોરોનાના કેસમાં 150 ટકા જેટલા વધ્યા છે. ગત સપ્ટેમ્બરમાં કેસ વધ્યા હતા પછી ઘટ્યા હતા. હવે ફેબ્રુઆરીથી કેસ ફરી વધી રહ્યાં છે.

ભારતમાં અત્યારસુધી 1.14 કરોડ કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના ગત વર્ષના માર્ચ-એપ્રિલ કરતા પણ વધુ ગતિએ ફેલાઈ રહ્યો છે. હાલના મહારાષ્ટ્રના કોરોના કેસ એક વર્ષની ટોચે અને સૌથી ચોંકાવનારી માહિતી એ છે કે મુંબઈમાં કોરોનાની ગતિ એટલે કે એનો પીક વુહાન,જે કોરોનાનું ઉદ્દભવસ્થાન ગણાય તેના કરતા પણ વધુ છે. હવે કોરોના વાયરસ મહારાષ્ટ્ર રાજ્યમાં (Maharashtra) મહામારી વેતરી રહ્યો છે. કેન્દ્ર સરકારે પણ ગઈકાલે મહારાષ્ટ્રમાં કોરોના વાયરની બીજી લહેરની આધિકારીક જાહેરાત પણ કરી છે અને રાજ્ય સરકારને ભયંકર સ્થિતિનો સામનો તૈયાર રહેવા ચેતવણી આપી છે.

કોરોના

જેમાંથી 2.34 લાખ કેસ એક્ટિવ છે. કોરોના કેસમાં પોઝિટિવિટી રેટ 4.99 ટકા છે. મહારાષ્ટ્રમાં કેસ અને પોઝિટિવિટી રેટ બંને વધ્યા છે. તેની સામે ટેસ્ટ નથી વધ્યા. પંજાબમાં પોઝિટિવિટી રેટ 6.8 ટકા છે. આ ચિંતાજનક છે. કેસની સંખ્યા વધવા છતાં દેશમાં મૃત્યુનું પ્રમાણ 2 ટકાથી ઓછો છે. અંતિમ 2 સપ્તાહમાં કોરોનાના કેસમાં 43 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. દિલ્હીમાં 24 કલાકમાં 400થી વધુ કેસ આવ્યા પરંતુ પોઝિટિવિટી રેટ અહીં 1 ટકાથી ઓછો છે. અત્યારસુધી 3.51 કરોડ વેક્સિનના ડોઝ આપવામા આવ્યા છે.’

દેશમાં કોરોનાએ ફરી એક વખત ઉથલો માર્યો છે અને કોરોનાના દર્દીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધવા માંડી છે. ત્યારે કોરોનાની આફત કેમ ફરી દેશ પર ઉભી થઈ છે તેવા સવાલના જવાબમાં એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે કોરોનાની રસી કોરોના સામે લડવાનુ એક હથિયાર છે પણ તેનો પ્રભાવ ત્યારે જ જોવા મળશે જ્યારે વધારે ને વધારે લોકોને કોરાનાની રસી મુકવામાં આવશે. હાલમાં વેક્સીન મુકાઈ રહી છે તેવા લોકોની સંખ્યા ઓછી છે અને એટલે જ સાવધાની વરતવાની જરુર છે.

ડો.ગુલેરિયાએ કહ્યું કે લોકોએ હવે એવું વિચારવાનું શરુ કરી દીધું છે કે કોરોના ખતમ થઈ ગયો છે અને આપણે માસ્ક પહેરવાની જરુર નથી. પરંતુ એવું નથી હાલમાં પણ લોકોએ કોરોનાની ગાઈડ લાઈન પર સખ્ત અમલ કરવાની જરુર છે. તેમણે વધુમાં કહ્યું કે હવે મોટી સંખ્યામાં લોકો કેટલીક જગ્યાઓ પર ભેગા થવા માંડ્યા છે. આ સ્થિતિમાં જો કોઈ એક વ્યક્તિ પણ કોરોના પોઝિટિવ હોય તો તે બીજા બહુ લોકોને પ્રભાવિત કરી શકે છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33