Last Updated on March 11, 2021 by
મહારાષ્ટ્રમાં બુધવારે કોરોનાવાયરસના રેકોર્ડ નવા કેસ નોંધાયા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, તેમ છતાં કોરોના સંક્રમણના આ નવા કેસો વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 13,659 નવા કેસ નોંધાયા છે. જેમાં પુણેમાં સૌથી વધુ 2507 કેસ સામે આવ્યા છે.

મહારાષ્ટ્રના 6 જિલ્લામાં સૌથી વધુ કેસ સામે આવ્યા બાદ, તેમને કોરોનાના હોટસ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં હજારો કોરોના કેસ સામે આવી રહ્યા છે, પરંતુ બુધવારે છેલ્લા પાંચ મહિનાનો રેકોર્ડ તૂટી ગયો છે. આ પહેલા 16 ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં 11 હજારથી વધુ નવા કોરોના કેસ મળી આવ્યા હતા. તે દિવસે 11,447 નવા કેસ આવ્યા હતા. જે પછી, હવે કોરોના સંક્રમણનો પોતાનો રેકોર્ડ તૂટી ગયો છે.
#Maharashtra #COVID19 Updates for today
— PIB in Maharashtra ?? (@PIBMumbai) March 10, 2021
*⃣New Cases – 13,659
*⃣Recoveries – 9,913
*⃣Deaths – 54
*⃣Active Cases – 99,008
*⃣Total Cases till date – 22,52,057
*⃣Total Recoveries till date – 20,99,207
*⃣Total Deaths till date – 52,610@ddsahyadrinews@airnews_mumbai
(1/4)?
તમામ સામાજિક, રાજ્ય અને ધાર્મિક કાર્ય પર પાબંદી
વધતા જતા કોરોના કેસોને નાથવા માટે, મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગે સાત-સૂત્રીય કાર્યની યોજના ઘડી છે, જેમાં દર્દીના સંપર્કોની તપાસ, ચેપગ્રસ્તોની નજીકના લોકોની ઓળખ, તેમની તપાસ, હોટસ્પોટ્સની ઓળખ અને મૃત્યુનું ઑડિટ શામેલ છે. આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ, ડૉ.પ્રદીપ વ્યાસે 3 માર્ચે તમામ જિલ્લા વહીવટી તંત્રને આ સંદર્ભે એક પત્ર મોકલ્યો હતો અને આ મુદ્દે તાત્કાલિક પગલા ભરવા સૂચના આપવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં તમામ સામાજિક, રાજકીય અને ધાર્મિક કાર્ય પર પ્રતિબંધ છે. મહારાષ્ટ્રમાં ફેબ્રુઆરીના બીજા અઠવાડિયાથી કોવિડ -19ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 13659 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ, 9913 દર્દીઓ સ્વસ્થ થયા છે અને આજની સ્થિતિમાં રાજ્યમાં કુલ 99008 એક્ટિવ કેસ છે, છેલ્લા 24 કલાકમાં ચેપને કારણે 54 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 4 લાખ 71 હજાર 186 દર્દીઓ હોમ ક્વોરેન્ટાઇન અને 4244 કોરોના સેન્ટરમાં ક્વોરન્ટાઇ છે.
ક્યાં કોરોનાના કેટલા કેસ
- પુણે 2507
- નાગપુર 1860
- ઠાણે 1131
- નાસિક 1019
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31
