Last Updated on March 18, 2021 by
Maharashtra Corona Lockdown Updates : મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે જેણે પ્રશાસનની ચિંતા વધારી છે. મહારાષ્ટ્રમાં બુધવારે કોરોના વાયરસ સંક્રમણના 23,179 નવા કેસ સામે આવ્યા જે 2021માં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ વચ્ચે પાલઘરના કલેક્ટરે સ્કૂલ કૉલેજને બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે પાલઘર જિલ્લાના તમામ સરકારી સ્કૂલ, કૉલેજ, હોસ્ટેલ અને ખાનગી સ્કૂલ આગામી આદેશ સુધી બંધ રહેશે.
સાથે જ નાગપુરમાં લોકોના વલણના કારણે લૉકડાઉન નિષ્ફળ બની રહ્યું છે. અહીં પ્રશાસને 15 માર્ચથી 21 માર્ચ સુધી લૉકડાઉન લગાવ્યું છે. હવે પ્રશાસને નિર્ણય લીધો છે કે બપોરે 1 વાગ્યા બાદ શાકભાજી, રાશન, રોજિંદા જીવનની જરૂરિયાતનો સામાન, માંસ સહિત તમામ દુકાનો બંધ રાખવામાં આવશે. ફક્ત દવાની દુકાનો ખોલવાની મંજૂરી પ્રશાસન તરફથી આપવામાં આવશે.
મહારાષ્ટ્રમાં રેકોર્ડ નવા કેસ
સ્વાસ્થ્ય અધિકારીઓએ જણઆવ્યું કે નવા કેસ સાથે કુલ રાજ્યમાં સંક્રમણના કેસની કુલ સંખ્યા વધીને 23,70,507 થઇ ગઇ છે. અધિકારીએ જણાવ્યું કે બુધવારે આ મહામારીથી વધુ 84 દર્દીઓના મોત થયા. આ સાથે મૃત્યુઆંક 53,080 થઇ ગયો છે. તેમણે જણાવ્યું કે દિવસ દરમિયાન 9,138 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી જેથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા 21,63,391 થઇ ગઇ છે. રાજ્યમાં આ સમયે 1,52,760 દર્દીઓની સારવાર ચાલી રહી છે.
નાગપુરમાં સૌથી વધુ કોરોના કેસ
નાગપુર શહેરમાં કોરોનાના સૌથી વધુ 2,698 કેસ સામે આવ્યાં. તે બાદ પુણેમાં 2,612 અને મુંબઇ શહેરમાં 2,377 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાં કોરોના વાયરસ સંક્રમણના 1804 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની સંખ્યા વધીને 2,80,732 થઇ ગઇ છે.
મહારાષ્ટ્રમાં સંક્રમણની બીજી લહેર
તેવામાં પાછલા કેટલાંક દિવસોમાં મહારાષ્ટ્રના મુંબઇ અને અન્ય હિસ્સાઓમાં કોવિડ-19 કેસમાં ઉછાળો ‘બીજી લહેર’ છે. સંક્રમણના કેસમાં થઇ રહેલા વધારાના કારણે સ્થિતિ ભયાનક બની છે. ણેમાં છેલ્લા 24 કલાકમાં 4727 કેસ નોંધાયા છે. મુંબઇ શહેરની વાત કરીએ તો ત્યાં 2377 કોરોના કેસ નોંધાયા છે. મુંબઇમાં વર્તમાન સમયે એક્ટિવ કેસોની સંખ્યા 15,410 છે.
ઉલ્લેનીય છે કે મહારાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાની બીજી લહેર શરુ થઇ છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કેટલાક પ્રતિબંધો લગાવ્યા છે. કેટલાક વિસ્તારોમાં લોકડાઉન અને નાઇટ કર્ફ્ય લગાવ્યો છે. ગયા અઠવાડિયે કેન્દ્રની ટીમ પણ મહારાષ્ટ્ર પહોંચી હતી. ત્યારે હવે કોરોનાના આંકડા જે રીતે ડરાવી રહ્યા છે તેને જોતા લોકોને ફરી વખત લોકડાઉન થવાનો ડર છે.
દેશમાં આજે આ વર્ષના સૌથી વધારે કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 35 હજાર કેસ
દેશમાં કોરોના વાઈરસની સ્થિતિ ધીમે-ધીમે બગડી રહી છે. દેશમાં આ વર્ષે પહેલીવાર કોરોના વાઈરસના સૌથી વધારે કેસ સામે આવ્યા છે. દેશમાં આજે પહેલીવાર કોરોનાના 35 હજારથી વધારે કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના આંકડાઓ પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 35,871 નવા કેસો સામે આવ્યા છે. આ દરમિયાન દેશમાં 172 લોકોના મોત થયાં છે. આ સાથે દેશમાં કોરોનાનો આંકડો વધીને 1.14 કરોડને પાર થયો છે.
આરોગ્ય વિભાગના આંકડાઓ પ્રમાણે દેશમાં કોરોના સંક્રમણના અત્યાર સુધીમાં કુલ 1,14,74,605 કેસ સામે આવી ચુક્યાં છે. જોકે તેમાં 1,10,63,025 લોકો સ્વસ્થ થઈ ચુક્યાં છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસો પણ સતત વધી રહ્યાં છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસો વધીને 2,52,364 થયાં છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 1,59,216 લોકોના મોત થઈ ચુક્યાં છે.
દેશમાં ફરી એકવાર કોરોનાના એક્ટિવ કેસ વધીને અઢી લાખને પાર થઈ ચુક્યાં છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 17,958 એક્ટિવ કેસ વધ્યા છે. તેનાથી એક્ટિવ કેસનો દર વધીને 2.20% થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 17,741 લોકો સ્વસ્થ થઈ ચુક્યાં છે. તેનાથી રિકવરી રેટ વધીને 96.41% થયો છે. ભારતમાં કોરોના મૃત્યું દર હાલ 1.39% થયો છે.
કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે ફરી એકવાર અનેક રાજ્યોમાં સખ્તી લાગૂ કરવામાં આવી રહી છે. ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોના મોટા શહેરોમાં રાત્રિ કરફ્યૂ લગાવવા જેવા સખ્ત પગલાં ભરવાં પડ્યાં છે. ગુજરાતના ચાર મહાનગરોમાં રાત્રીના 10 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ લગાવવામાં આવ્યો છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31