GSTV
Gujarat Government Advertisement

ફફડાટ/ આ રાજ્યમાં કોરોનાએ ફરી ઉચક્યું માથુ, 24 કલાકમાં 10 હજારથી વધુ સંક્રમિત

કોરોના

Last Updated on March 6, 2021 by

મહારાષ્ટ્રમાં ફરી એક વખત કોરોના વાયરસનાં કેસમાં ઉછાળો જોવા મળ્યો છે, દરરોજ હજારીની સંખ્યામાં નવા કેસ નોંધાઇ રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધુ કેસ નોંધાયા, જેના કારણે એક્ટિવ કેસોની સંખ્યા વધીને 90 હજાર નજીક પહોંચી ગઇ.

કોરોના

રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 21,98,399 થઇ

મહારાષ્ટ્રનાં આરોગ્ય વિભાગનાં આંકડા પ્રમાણે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 10,216 નવા કોરોના કેસ મળ્યા, આ દરમિયાન 6467 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા, જ્યારે વધુ 53 દર્દીઓનું મોત થઇ ગયું, નવા કેસ મળ્યા બાદ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 21,98,399 થઇ ગઇ છે, અત્યાર સુધી 20,55,951 લોકો સાજા થઇ ચુક્યા છે, જ્યારે કુલ મૃત્યુઆંક 52,393 પહોંચી ગયો છે.

કોરોના

સતત વધી રહ્યો છે કોરોનાનો વ્યાપ

આ પહેલા મહારાષ્ટ્રમાં ગુરૂવારે કોરોના વાયરસ સંક્રમણનાં 8,998 કેસ નોંધાયા હતાં, ત્યાંર બાદ કુલ સંખ્યા 21,88,183 થઇ ગઇ હતી, 60 દર્દીઓનું મોત થયું હતું, તે સિવાય મુંબઇમાં આખા દિવસ દરમિયાન કોરોના સંક્રમણનાં 1,104 કેસ નોંધાયા હતાં, ત્યાર બાદ કુલ સંક્રમિતોની સંખ્યા 3,29,846 થઇ ગઇ હતી, રાજ્યમાં બુધવારે સંક્રમણનાં 9,855 કેસ નોંધાયા હતાં.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33