Last Updated on March 28, 2021 by
મહારાષ્ટ્રમાં કોરોનાનાં કેસમાં અત્યંત તીવ્ર ઉછોળો જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણની બીજી લહેર અનિયંત્રિત ગતિથી ફેલાઇ રહી છે. કોવિડ ટાસ્ક ફોર્સે રાજ્યમાં ફેલાતા સંક્રમણને રોકવા માટે લોકડાઉન લગાવવાની ભલામણ કરી છે. મહારાષ્ટ્રનાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સમીક્ષા બેઠક બાદ કેટલાક સમય માટે રાજ્યમાં લોકડાઉન લાગુ કરવા સંમત થયા છે અને તેની તૈયારીનો હુકમ આપ્યો છે. CMએ કહ્યું કે જો લોકો નિયમોનું પાલન નહીં કરે તો લોડડાઉન લગાવવામાં આવશે. તેમણે અધિકારીઓને આ માટે રોડમેપ બનાવવા કહ્યું છે.
અધિકારીઓને રોડમેપ તૈયાર કરવા જણાવ્યું
રાજ્યમાં ફરી એક વાર લોકડાઉન લાદવાની તરફ ઇશારો કરતા સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તમામ નિયમોનું કડક પાલન કરવામાં આવે છે, જો હજી પણ લોકો નિયમો માનતા ન હોય તો લોકડાઉન માટેનો રોડમેપ તૈયાર કરો.
Maharashtra: At a meeting with senior health officials & COVID task force, CM Uddhav Thackeray instructed them to prepare for restrictions similar to lockdown if people continue to violate COVID-related rules pic.twitter.com/pMEz18UxQE
— ANI (@ANI) March 28, 2021
કેસો વધતા આરોગ્ય સુવિધાઓની અછત સર્જાઈ
ઉદ્ધવ ઠાકરેએ બેઠકમાં સતત વધી રહેલા કોરોના કેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે વધતા જતા કેસોને કારણે આરોગ્ય સુવિધાઓની અછત પડવા લાગી છે. બેઠકમાં સરકારે નિર્ણય લીધો કે હવે મંત્રાલયો સહિતની તમામ સરકારી કચેરીઓ આગળના આદેશો સુધી મુલાકાતીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
મળતી માહિતી મુજબ 3 લાખ 57 હજાર આઇસોલેશન બેડમાંથી 1 લાખ 7 હજાર બેડ ભરાયા છે અને બાકીનાં બેડ ઝડપથી ભરાઇ રહ્યા છે. 60 હજાર 349 ઓક્સિજન બેડમાંથી 19 હજાર 930 બેડ પહેલાથી ભરાયા છે.
9 હજાર 30 વેન્ટિલેટરમાંથી 1 હજાર 881 દર્દીઓને રાખવામાં આવ્યા છે. કેટલાક જિલ્લાઓમાં પથારી ઉપલબ્ધ નથી અને વધતા ચેપને કારણે સુવિધાની ક્ષમતા ઘટી રહી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31