GSTV
Gujarat Government Advertisement

100 કરોડ વસૂલી કાંડ: સીએમ ઠાકરેએ આપ્યા આદેશ, હાઇકોર્ટના નિવૃત જજ કરશે દેશમુખ સામેના આરોપોની તપાસ

Last Updated on March 28, 2021 by

મુંબઈના પૂર્વ કમિશનર પરમબીર સિંહે ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર 100 કરોડ રુપિયાની વસૂલી માટે આદેશ આપ્યો હોવાનો સનસનીખેજ આરોપ મુક્યા બાદ હવે આ મામલાની તપાસના આદેશ રાજ્ય સરકારે આપી દીધા છે.

વસૂલી

સીએમ ઉધ્ધવ ઠાકરે દ્વારા આ મામલાની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજને સોંપવામાં આવી છે.100 કરોડની વસૂલીના આરોપને લઈને સમગ્ર દેશમાં ચકચાર જાગી હતી અને એ પછી મહારાષ્ટ્રના રાજકારણમાં ધરતીકંપ સર્જાયો હતો.

જોકે અનિલ દેશમુખ સામે કોઈ કાર્યવાહી હજી સુધી કરવામાં આવી હતી.તેમને ગૃહમંત્રી પદેથી હટાવાશે તેવી અટકળો શરુ થઈ હતી. જે પણ હજી સુધી સાચી પડી નથી.

બીજી તરફ અનિલ દેશમુખે જાતે સરકારને પત્ર લખીને આ આરોપોની તપાસ કરવા માટે માંગણી કરી હતી. તેમનુ કહેવુ હતુ કે, સત્ય બહાર આવવુ જરુરી છે.જો મુખ્યમંત્રી તપાસનો આદેશ આપશે તો હું તેનુ સ્વાગત કરીશ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33