GSTV
Gujarat Government Advertisement

છઠીયારડાના ગામે કબીર આશ્રમના મહંત શપ્તસુન મહારાજ બેઠા સમાધિમાં, દેહત્યાગ કરવાની જાહેરાતથી મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો

Last Updated on April 5, 2021 by

મહેસાણાના છઠિયારડા ગામે કબીર આશ્રમના મહંત શપ્તસુન મહારાજ સમાધિમાં બેઠા છે. તેઓ રાત્રે 11 વાગ્યા બાદ ગમે ત્યારે દેહત્યાગ કરશે તેવી જાહેરાત પણ કરી હતી. તેમની સમાધિને પગલે આશ્રમમાં ભક્તોનો જમાવડો થયો છે. કોરોના મહામારી વચ્ચે જાહેરમાં યોજાયેલા આ કાર્યક્રમ મામલે પોલીસ અને તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યાં છે.

અંદાજે પાંચ હજાર જેટલાં લોકો એકઠા થયાં છે. જેના લીધે અહીં કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યાં છે. જો કે તંત્ર સામે સવાલો ઉઠતાં જ પોલીસે પણ ભીડને દૂર કરવાના પ્રયાસો કર્યા હતાં. જો કે મહંતે કહ્યું હતું કે, ‘તેઓ પીછેહઠ નહીં કરે અને સમાધિ માટે તેઓ મક્કમ છે.’ સમાધિમાં બેસતા પહેલા મહંતે પોતાના ગુરૂની આરતી ઉતારી હતી. ઉપરાંત તેમણે પોતાના દર્શન માટે આવેલા ભક્તોની પણ આરતી ઉતારી હતી.

કોરોના મહામારીને ધ્યાને લઈ તંત્ર સાથે ચર્ચા બાદ મહંતે આ કાર્યક્રમમાં લોકોને ન આવવાની અપીલ કરી છે,, બહારગામથી આવતા તમામ લોકોને કાર્યક્રમમાં ન આવવા માટે અપીલ કરવામાં આવી છે,, આ કાર્યક્રમમાં કોરોના સંક્રમણના કારણે ભોજન સમારોહને બંધ રાખવામાં આવ્યો છે,,,મહંતે  કહ્યું છે કે જાહેરાત મુજબ આજે સમાધિ લેવાનો કાર્યક્રમ યથાવત રહેશે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33