Last Updated on March 16, 2021 by
રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના હેઠળ લાભ લેતાં વિદ્યાર્થીઓને અત્યંત નજીવા દરે જમાડી દેવામાં આવતાં હોવાનું સામે આવ્યું છે. મધ્યાહન ભોજન યોજના અન્વયે ભોજનનો ખર્ચ ધો. 1થી 5ના વિદ્યાર્થીઓ માટે રૂ. 4.97 અને ધો. 6થી 8ના વિદ્યાર્થીઓ માટે રૂ. 7.45નો ખર્ચ પ્રતિ વિદ્યાર્થી દીઠ થાય છે. જ્યારે ખર્ચના દરમાં તા. 11-5-2020થી ધો. 1થી 5ના વિદ્યાર્થીઓ માટે રૂ. 0.49 અને ધો. 6થી 8ના વિદ્યાર્થીઓ માટે 0.74નો વધારો કરવામાં આવ્યો છે.
પ્રતિ બાળકદીઠ ભોજનનો ખર્ચ પર ઉઠ્યાં સવાલો
નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય પુંજાબાઈ વંશે સવાલ પૂછ્યો હતો કે, ‘તા. 31-12-2020ની સ્થિતિએ રાજ્યમાં ધો. 1થી 5 અને ધો. 6થી 8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન યોજના અંતર્ગત પ્રતિ બાળક દીઠ ભોજનનો ખર્ચ કેટલો આવે છે તેમજ આ ખર્ચના દરોમાં છેલ્લે ક્યારે કેટલી રકમનો વધારો કરવામાં આવ્યો?
ધો. 1થી 5ના વિદ્યાર્થીઓ માટે રૂ. 0.49નો જ વધારો
આ અંગે વિધાનસભામાં જવાબ આપતાં રાજ્ય સરકારે જણાવ્યું કે, ‘તા. 31-12-2020ની સ્થિતિએ મધ્યાહન ભોજન યોજના અન્વયે ભોજનનો ખર્ચ ધો. 1થી 5ના વિદ્યાર્થીઓ માટે રૂ. 4.97 અને ધો. 6થી 8ના વિદ્યાર્થીઓ માટે રૂ. 7.45નો ખર્ચ પ્રતિ વિદ્યાર્થી દીઠ થાય છે.’
જ્યારે ખર્ચના દરમાં કેટલો વધારો કરાયો તેનો જવાબ સરકારે એવો આપ્યો કે, ‘છેલ્લે શિક્ષણ વિભાગ દ્વારા તા. 11-5-2020 ના ઠરાવથી ધો. 1થી 5ના વિદ્યાર્થીઓ માટે રૂ. 0.49 અને ધો. 6થી 8ના વિદ્યાર્થીઓ માટે 0.74નો વધારો કરવામાં આવ્યો છે.’
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31