Last Updated on February 25, 2021 by
સરકારી તેલ અને ગેસ કંપનીઓએ ફેબ્રુઆરીમાં સ્થાનિક એલપીજી સિલિન્ડરની ત્રીજી વખત કિંમતમાં વધારો કરીને ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. 1412 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ .25 નો વધારો થયો છે. જોકે 19 કિલોના વેપારી સિલિન્ડરના ભાવમાં ચાર રૂપિયાની થોડી રાહત મળી છે.
મહિનામાં ત્રીજી વખત થયો ભાવ વધારો
સામાન્ય રીતે મહિનાના આખર તારીખે જ રસોઈ ગેસના ભાવની સમીક્ષા થાય છે અને કિંમતોમાં વધારો ઘટાડો કરવામાં આવે છે. પરંતુ, ફેબ્રુઆરી મહિનામાં ત્રીજી વખત રસોઈ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઘરેલુ રસોઈ ગેસના ભાવમાં એક જ મહિનામાં 75 રૂપિયા વધવાથી લોકોની ચિંતામાં પણ વધારો થયો છે.
19 કિલો વાળા કોમર્શિયલ સિલેન્ડર ખરીદવા પર થશે રાહત
ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં તોતિંગ વધારો થયો છે, પરંતુ 19 કિલો વાા કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં સાડા ચાર રૂપિયાની મામૂલી રાહત મળી છે. 15 ફેબ્રુઆરીએ તેની કિંમત 1717.50 હતી, જે ઘટાડીને 1713 રૂપિયા થઈ છે. ત્રણ ફેબ્રુારીએ આ સિલેન્ડરની કિંમત 1727 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31