GSTV
Gujarat Government Advertisement

લવ જેહાદ પર બ્રેક : જો કોઇ કાયદાનું ઉલ્લંઘન કરશે તો થશે 5 લાખનો દંડ અને આટલાં વર્ષની સખ્ત સજા

Last Updated on April 2, 2021 by

ખોટા ઉદ્દેશો સિદ્ધ કરવા માટે કોઈને લાલચ આપીને, ફોસલાવીને, પરણી જઈને પછી ધર્માંતર કરાવવાની સતત વધતી જતી પ્રવૃત્તિ પર રોક લગાવવાની જોગવાઈ કરતો અને કાયદાને વધુ આકરો બનાવતું ગુજરાત ધર્મ સુધારા સ્વાતંત્ર્ય વિધેયક 2021 આજે ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના પ્રચંડ વિરોધ સામે આજે બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું. આ કાયદાની જોગવાઈનો ભંગ કરનારાઓને પાંચ વર્ષની જેલ અને રૂપિયા બે લાખ સુધીના દંડની જોગવાઈ દાખલ કરવામાં આવી છે.

પાંચ વર્ષની જેલ અને રૂપિયા બે લાખ સુધીના દંડની જોગવાઈ દાખલ કરવામાં આવી

પાંચ વર્ષ સુધીની જેલ થાય તેવી પણ જોગવાઈ આ કાયદામાં કરવામાં આવેલી છે. લલચાવી, ફોસલાવી ધર્માંતરણ કરાવવાના ગુનાને બિનજામીનપાત્ર ગુનો બનાવવામાં આવ્યો છે. સગીર વયની છોકરી, સ્ત્રી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની વ્યક્તિને ધર્મપરિવર્તન કરાવનૌરને 4 વર્ષની જેલની સજા અને રૂા. 1 લાખ સુધીનો દંડ કરવાની જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે. 

ધર્મપરિવર્તન કરાવનૌરને 4 વર્ષની જેલની સજા અને રૂા. 1 લાખ સુધીનો દંડ

ધાર્મિક વ્યાપ વધારવાના હેતુથી કરવામાં આવતી ધર્માંતરણની પ્રવૃત્તિ પર રોક લગાવવાનો પણ ઇરાદો આ વિધેયક મંજૂર કરાવવા પાછળનો છે. ધર્માંતરણ છેવટે રાષ્ટ્રાંતરણમાં પરિવર્તિત થતું હોવાથી આ પગલું લેવાયું છે.  લવ જેહાદ ચલાવીન ેકેટલાક મુસ્લિમ યુવાનો હિન્દુ નામ ધારણ કરીને હિન્દુ યુવતીઓને ફસાવીને તેમની સાથે લગ્ન કરીને તેમનું ધર્માંતરકરાવતા હોવાથી આ બિલ લાવવાની ફરજ પડી હોવાનું ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે ગૃહમાં જણાવ્યું હતું.

ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે ગૃહમાં જણાવ્યું

અગાઉ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003માં કાયદો બનાવ્યો હતો તેને વધુ આકરો બનાવવા માટે આજે આ સુધારા વિધેયક લાવવામાં આવ્યું હતું. આર્થિક રીતે નબળા વર્ગના લોકો અને ખાસ કરીને સ્ત્રીઓ તેનો ભોગ બનતી હોવાથી વિધેયક પસાર કરવામાં આવ્યું છે.  આ પ્રવૃત્તિ કરતાં વિધર્મી યુવાનો રોકડમાં, ભેટરૂપે, નાણાંકીય રીતે લાભ આપવાના પ્રલોભનો આપવા ઉપરાંત એશઆરામની જિંદગી આપવાનું પ્રલોભન આપીને તેમની સાથે લગ્ન કરીને ધર્માંતરકરાવવામાં આવે છે. કલમ 2(ક)માં આ અંગેની જોગવાઈ કરવામાં આવી છે.

ખોટા નામ ધારણ કરીને, ધાર્મિક ચિહ્ન ખોટા ધારણ કરીને કે ખોટી ઓળખ આપીને યુવતીઓને મોહજાળમાં ફસાવે છે. કલમ 3માં ધર્માતંતરણ કરાવવામાં મદદગારી કરનારને ગુનેગાર ગણવાની જોગવાઈ કરવામાં આવી છે. લગ્ન દ્વારા કે લગ્ન કરાવવામાં મદદ કરી ધર્માંતરણ કરાવવા સામે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કલમ 3-કનો ઉમેરો કરીને ધર્માતંરણથી અસર પામેલી વ્યક્તિ તેના માતા-પિતા, ભાઈ-બહેન અથવા લોહીના સંબંધથી જોડાયેલી વ્યક્તિ મારફતે ફરિયાદ કરી શકશે. પીડિતા પોતે ફરિયાદ કરી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી આ જોગવઆઈ કરવામાં આવી છે. કલમ -4માં ગુનેગારને મદદ કરનારને પણ ગુનેગાર જેટલો જ ગુનેગાર કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ માટે 5 વર્ષ સુધીની અને ત્રણ વર્ષ કરતાં ઓછી નહિ તેટલી સજા અને રૂા. 2 લાખ સુધીનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. સગીર યુવતી, અનુસૂચિત જાતિ કે જનજાતિની સ્તરી કે વ્યક્તિના સંબંધમાં લગ્નને કારણે ધર્માંતરણનો ગુનો બનતો હોય તો તેને માટે ઓછોમાં ઓછી 4 વર્ષ અને સાત વર્ષ સુધીની સજા અને ત્રણ લાખના દંડની જોગવાઈ કરવામાં આવી છે.  કલમ 4 ખ ઉમેરીને ગેરકાયદેધર્માંતરણના હેતુથી કરવામાં આવેલા લગ્નના કેસમાં લગ્ન પહેલા કે લગ્ન પછી ધર્માંતર થયું હોય તે ફેમિલી કોર્ટ દ્વારા અને ફેમિલી કોર્ટ ન હોય ત્યાં ક્ષેત્રાધિકાર ધરાવતી કોર્ટ લગ્નને રદબાતલ ઠેરવી શકશે. કલમ 4 -ગના ઉમેરીને કોઈ સંગઠન કે સંસ્થા સામે ધર્માંતરણ કરાવવાનો ગુનો નોંધાયો હોય તેવા સંજોગોમાં સંગઠન અથવા સંસ્થાની જવાબદારી વ્યક્તિને ઓછામાં ઓછી 3 વર્ષની અને વધુમાં વધુ 10 વષ સુધીની જેલનીસજાની જોગવાઈ કરવામાં આવી છે.

કલમ – 6 પછી નવી કલમ 6-ક ઉમેરીને ધર્માંતરણ બળ, દબાણ, લાલચ, કપટયુક્ત રીતે અથવા લગ્નના માધ્યમથી કરાવવામાં આવ્યું નથી તે પુરવાર કરવાની જવાબદારી ધર્માંતરણ કરનારને માથે નાખવામાં આવ્યું છે.

આ પ્રકારે થયેલું ધર્માંતરણ અન્ય વ્યક્તિના કાર્ય કે કાર્યલોપ-કામ ન કરવાને કારણે થયું હોય, મદદથી અથવા તો સહાલથી કરવાનો આરોપ હોય તો તે સાબિત કરવાની જવાબદારી ધર્માંતરણ કરનારની રહેશે. તેણે પુરવાર કરવાનું રહેશે કે લાલચ આપીને કે બળજબરીથી ધર્માંતરણ કરાવવામાં આવ્યું નથી. કલમ 6ની જોગવાઈ મુજબ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટની પરવાનગી વિના કોઈ કોર્ટ આ કાયદા હેઠળ ગુનાની કાર્યવાહી કરી શકશે નહિ. 

આ કાયદા હેઠળ થતાં ગુનાઓની તપાસ ડીવાયએસપીથી ઉપરની કેટેગરીના અધિકારીઓ જ કરી શકશે. તેમનું કહેવું છે કે આજનું ધર્માંતર આવતીકાલનું રાષ્ટ્રાંતર છે. છેલ્લા કેટલાક સમયથી અમુક કટ્ટરપંથી ધાર્મિક તત્વો દ્વારા નિર્દેોષ યુવતીઓને લાલચ આપી, ફોસલાવી, લગ્ન માટે તૈયાર કરીન ધર્માંતરણ કરાવવામાં આવતી હોવાના કિસ્સાઓને ધ્યાનમાં લઈને પણ આ સુધારા વિધેયક લાવવામાં આવ્યું છે.

યુવકો જુદાં ધર્મના હોવા છતાંય અન્ય ધર્મના ચિહ્નો ધારણ કરીને યુવતીઓને માયાજાળમાં ફસાવીને ભ્રમિત કરીને લગ્ન કરી લેવામાં આવે છે. લગ્ન કર્યા પછી તે યુવાન ખરેખર હિન્દુ ન હોવાનું યુવતીઓને જાણ થાય છે. આ રીતે સંખ્યાબંધ યુવતીઓની જિંદગી બરબાદ થઈ હોવાના ગુજરાત અને ભારતમાં કિસ્સાઓ બનેલા છે.

માતાપિતાએ લાચાર બનીને આ ખેલ જોતાં બેસી રહેવું પડે છે. તેથી ઘણી યુવતીઓએ આખરે આત્મહત્યા કરી લેવી પડે છે. લવ જેહાતમાં હિન્દુ દીકરીઓ, યુવતીઓના ગુમ થવા, ભગાડી જવા, અપહરણ થવાના કેસો બનેલા છે. તેની પાછળનો છુપો ઇરાદો છળકપટથી યુવતી કે દીકરીઓને ફસાવી, લાલચ આપી અંતે તેની સાથે નિકાહ પઢી તેને ઇસ્લામ ધર્મ કબૂલાવીને તેનું ધર્માંતરણ કરવા તરફ દોરી જાય છે.

જેહાદ

યુવતી નિકાહ કબૂલ હૈ ન બોલે તો પણ ધર્મ ગુરૂઓ નિકાહ કરાવી દે છે. યુવતીનું બ્લેકમેઇલિંગ કરી ત્યારબાદ અત્યાાચર કરવામાં આવે છે. તેમજ બળજબરીથી ધર્માંતરણ કરાવીને દેહવિક્રયમાં ધકેલી દેવાનું કાર્ય પણ તેઓ કરતાં હોવાના કિસ્સાઓ બને છે.આ યોજનામાં સફળ ન થાય તો યુવતીઓની હત્યા પણ કરી દેવાના કિસ્સાઓ બને છે.

અન્ય નવ રાજ્યોમાં ધર્માંતર વિરોધી કાયદો

ગુજરાત ઉપરાંત ઓરિસ્સા, અરૂણાચલ પ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, અને ઉત્તર પ્રેદશમાં ધર્માંતર વિરોધી કાયદો અમલમાં લાવી દેવાયો છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના  કાયદાઓમાં લગ્નથી થતાં ધર્માંતરણ અંગે પણ જોગવાઈ કરવામાં આવી છે. 

ઓરિસ્સા, અરૂણાચલ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ અને ઝારખંડમાં લગ્નથી થતાં ધર્માંતર અંગે કોઈ જોગવાઈ કરેલી નથી. ધર્માંતરના ગુના માટે ઓરિસ્સામાં એક વર્ષની જેલ, અરૂણાચલ અને હિમાચલમાં બે વર્ષ સુધીની જેલ, છત્તીસગઢ અને ઝારખંડમાં ત્રણ વર્ષ સુધીની જેલ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં 5 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

લવ જેહાદ માટે આરબ દેશોમાંથી મોકલાતું ભંડોળ

લવજેહાદને માટે પોપ્યુલર ફંડ ઓફ ઇન્ડિયા, સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયાા-સીમી, પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ-આઈએસઆઈ પાસેથી ભંડોળ આવે છે. પોપ્યુલર ફંડ ઑફ ઇન્ડિયાના સભ્ય અહેમદ શરીફે સંસ્થાના મુખપત્ર ગલ્પ ફેજીસમાં સ્વીકાર્યું છ ેકે આરબ દેશોમાંથી હવાલા મારફતે ભારતમાં ફંડિગ પહોંચાડવામાં આવે છે. 

કેરળમાં લવજેહાદની 4500 ઘટના

પ્રદીપ જાડેજાએ કહ્યું હતું કે કેરળમાં 2006થી 2014ના ગાળામાં 2667 બિનમુસ્લિમ યુવતીઓનુંઇસ્લામમાં ધર્માંતરણ થઈ ચૂક્યું હોવાનું મુખ્યમંત્રી ઓમાન ચાંડીએ 2014માં વિધાનસભાના ફ્લોર પર જણાવ્યું હતું. 2006થી 2009ના ગાળામાં લવજેહાદની 4500 ઘટનાઓ નોંધાઈ હતી. તેટલી બિનમુસ્લિમ યુવતીઓ ઇસ્લામમાં ધર્માંતરિત થઈ ગઈ હતી.

ખેડાવાલાનો ગૃહમાં બિલ ફાડીને વિરોધ 

જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ ધર્માંતર વિરોધી વિધેયક અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા બાદ ગૃહમાં સ્પીકરની નજર સામે બિલ ફાડીન ેતેની સામે વિરોધ નોંધાવ્યો હતો.તેમણે કહ્યું હતું કે સોથી વધુ મુસ્લિમ યુવતીઓએ વિધર્મી યુવાનો સાથે લગ્ન કર્યા હોવાના મારી પાસે 100થી વધુ કેસો છે. ગેરકાયદે ધર્માંતરણ કરાવવા માટેનો કડકમાં કડક કાયદો બનાવો. પરંતુ કાયદાનો અમલ પણ કરાવો.

તમામ પ્રકારના આંતરધર્મીય લગ્નો સામે કાર્યવાહીની જોગવાઇ

તેમણે કહ્યું હતું કે નિકાહ પઢાવનાર મૌલવી છોકરી ના કબૂલ કરે તો પણ કબૂલ કરી લીધું હોવાનું જણાવવામાં આવ્યું છે સાચું નથી. તેનાથી લાગણી દુભાય છે. દીકરીઓની ચિંતા કરીને લાવવામાં આવેલા વિધેયકના માધ્યમથી જે રાજકારણ રમાઈ રહ્યું છે તેનો હું વિરોધ કરૂં છું અને તમારી હાજરીમાં આ બિલ ફાડી નાખું છું. 

બહુમતી સમાજનો યુવાન લઘુમતી યુવતી સાથે લગ્ન કરે એ  કિસ્સામાં પણ યુવતીના પરિવારજનો ફરિયાદ કરી શકશે

રાજ્ય સરકાર બિનસત્તાવાર અને મૌખિક રીતે ભલે આ કાયદાને લવ-જેહાદનો કાયદો એવું નામ આપે પરંતુ ખરડામાં ક્યાંય લવ જિહાદ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આંતરધર્મીય લગ્ન પછી કે પહેલાં લગ્ન થાય તો કોઇપણ પક્ષ આ અંગે ફરિયાદ કરી શકે છે. 

સરકારે લગ્ન અને ધર્મપરિવર્તન અંગેના કેટલાંક કિસ્સાઓને આ બિલ રજૂ કરતા સમયે ટાંક્યા છે. જેમાં સરકારનો ઇશારો એવો હતો કે લઘુમતી સમુદાયનો યુવક અને બહુમતી સમુદાયની યુવતીના લગ્ન બાદ કે પહેલાં યુવતીનું ધર્મપરિવર્તન થાય તો આ પવર્તન અને લગ્ન ગેરકાયદે હોવાની ફરિયાદ યુવતીના પરિવારજનો કરી શકે છે અને તેમાં પાંચ વર્ષ સુધીની સજા થઇ શકે છે.

જો કે નવા સુધારામાં તમામ પ્રકારના આંતરધર્મીય લગ્નો અને પરિવર્તનો સામે કાર્યવાહીની જોગવાઇ કરવામાં આવી છે. જે મુજબ બહુમતી સમાજનો યુવાન અને લઘુમતી સમાજની યુવતી લગ્ન કરે અને યુવતી લગ્ન પહેલાં કે પછી ધર્મ બદલે તો યુવતીના પરિવારજનો યુવક સામે ફરિયાદ નોંધાવી શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33