GSTV
Gujarat Government Advertisement

કેજરીવાલને ઝટકો/ દિલ્હીમાં હવે ઉપરાજ્યપાલ જ સુપરબોસ, આપના વિરોધ વચ્ચે મોદી સરકારે પાસ કરી દીધું લોકસભામાં વિધેયક

Last Updated on March 22, 2021 by

લોકસભામાં સોમવારે દિલ્હી રાષ્ટ્રીય રાજધાની રાજ્યક્ષેત્ર શાસન (સંસોધન) વિધેયક 2021 પસાર થઇ ગયું. વિપક્ષના ભારે વિરોધ વચ્ચે આ બિલ લોકસભામાં પસાર થયું છે. વિધેયક ઉપર ચર્ચા દરમિયાન ભાજપની સાંસદ મીનાક્ષી લેખીએ કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીના વિસ્તારમાં ફેલાયેલી અવ્યવસ્થાઓને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર બંધારણ અંકતર્ગત આ પગલા લઇ રહી છે.

kejriwal

બિલની અંદર દિલ્હીના ઉપરાજ્યપાલને વધારે સત્તા આપવામાં આવી

આ બિલની અંદર દિલ્હીના ઉપરાજ્યપાલને વધારે સત્તા આપવામાં આવી છે. મીનાક્ષી લેખીએ કહ્યું કે, દિલ્હીમાં પ્રશાસકના રૂપમાં ઉપરાજ્યપાલ જ સરકાર ચલાવવાનો અધિકાર રાખે છે. આ વાત પહેલેથી જ બંધારણમાં છે. કેન્દ્ર સરકાર આ વાતને સંશોધનના માધ્યમથી સ્પષ્ટ કરવા અને લાગુ કરવા જઇ રહી છે.

LOKSABHA

કેન્દ્ર સરકારનો દિલ્હીમાં પાછલા દરવાજેથી શાસન ચલાવવાનો પ્રયાસ – કોંગ્રેસ

તો આ અંગે કોંગ્રેસે દાવો કર્યો છે કે આ અસંવૈધાનિક વિધેયકના માધ્યમથી કેન્દ્ર સરકાર દિલ્હીમાં પાછલા દરવાજેથી શાસન ચલાવવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ આરોપ લગાવ્યો છે કે ભાજપે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની વાત કરી હતી. પરંતુ હવે આ સરકાર દિલ્હીમાં લોકતાંત્રિક વ્યવસ્થા ખતમ કરવા માંગે છે.

કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં જે વિધેયક પસાર કર્યુ છે તેની અંદર દિલ્હી સરકાર કામકાજની અંદર થોડો ફેરફાર કર્યો છે. જેમાં દિલ્હીના ઉપરાજ્યપાલને વધારાના અધિકાર આપવાની વાત કરવામાં આવી છે. આ બિલની અસર દિલ્હી વિધાનસભા દ્વારા લાગુ કરવામાં આવેલા નિર્ણય અને દિલ્હી સરકારના નિર્ણય પર પણ પડશે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33