GSTV
Gujarat Government Advertisement

લોકડાઉન/ ગુજરાતમાં સ્કૂલો-કોલેજો બંધ થઈ રહી છે?, જાણી લો સોશિયલ મીડિયામાં વાયરલ સમાચારની આ વાસ્તવિકતા

Last Updated on March 15, 2021 by

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. કોરોનાના કેસોએ 800નો આંક વટાવ્યો છે ત્યારે સોશિયલ મીડિયામાં પણ અફવાઓનો દૌર ચાલ્યો છે. જેને પગલે લોકોમાં અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. સોશિયલ મીડિયામાં જૂના સમાચારની પ્લેટો ફરી રહી છે. જેને પગલે લોકો આ પ્લેટો એકબીજાને ફોરવર્ડ કરી સચ્ચાઈ જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જેમાં સૌથી વધારે સ્કૂલ અને કોલેજ બંધ અને લોકડાઉન લાગવાના સમાચારો છે. જોકે, આ મામલે સરકારે કોઈ નિર્ણય લીધો નથી.

જોકે, આ મામલે સરકારે કોઈ નિર્ણય લીધો નથી

હજુ ગુજરાતમાં કાબૂમાં સ્થિતિ છે. મહારાષ્ટ્રમાં રોજના 16 હજાર કેસ છતાં સરકાર હજુ લોકડાઉન અંગે વિચારી રહી છે ત્યાં ગુજરાતમાં 800 કેસોમાં સ્કૂલો બંધ કરવાના અને લોકડાઉન લગાવવાના સમાચારો લોકો મરચું મસાલા ભભરાવીને સેન્ડ કરી રહ્યાં છે. જોકે, જીએસટીવી આ મામલે સ્પષ્ટ અભિપ્રાય આપી રહ્યું છે કે આ પ્રકારના સમાચારો માત્રને માત્ર અફવાઓ છે.

કોરોના

આ પ્રકારના સમાચારો માત્રને માત્ર અફવાઓ

એક પ્રકારની ગુજરાતમાં ચર્ચા ઉભી કરવાનો એક પ્રયાસ છે. જેથી કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટ એકબીજાને ફોરવર્ડ કરતાં પહેલાં 10 વાર વિચાર કરો કારણ કે સોશિયલ મીડિયાના કાયદાઓ બદલાઈ ગયા છે. એવું ના બને કો પોલીસ ઘરનો દરવાજો ખટખટાવે. સ્કૂલ-કોલેજમાં કેસો વધતા શૈક્ષણિક કાર્ય બંધ રાખીને ઓનલાઇન શિક્ષણ આપવા માટે સુરત મ્યુનિ. દ્વારા સુચન કરાયું હોવા છતાં શહેરના સ્કુલ સંચાલકો સરકારે જે ગાઇડ લાઇન નક્કી કરી છે તે મુજબ સ્કુલો ચાલુ રાખીને શૈક્ષણિક કાર્ય ધમધમતું રાખવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે

કોરોનાના કેસો વધતા શિક્ષણાધિકારીની ટીમ 8 ટીમ દરરોજ 2 શાળાની સરપ્રાઇઝ વિઝીટ લેશે

સુરત જિલ્લા શિક્ષણાધિકારીના જણાવ્યા મુજબ અમારી અધિકારીઓની અલગ-અલગ આઠ ટીમો બનાવીને દરરોજની બે સ્કુલોમાં કોરોનાને લઇને તપાસ કરવાનું આવતીકાલ સોમવારથી શરૃઆત કરાશે અને એક અઠવાડિયા સુધી સતત તપાસ કરીને કોરોનાને લઇને સ્કુલ સંચાલકો કેવુ પાલન કરી રહ્યા છે ? તેની જાણકારી મેળવશે. અને જયાં પણ ખામી હશે ત્યાં જરૃરી સુચન કરશે. હાલમાં સ્કુલોમાં કેસો વધતા ગાઇડ લાઇનને લઇને સ્કુલોમાં લાલીયાવાડી ચાલતી નથી ? તેની તપાસ થશે.

કોરોના

સ્કુલોમાં કેસો વધતા ગાઇડ લાઇનને લઇને સ્કુલોમાં લાલીયાવાડી ચાલતી નથી ? તેની તપાસ થશે

અમદાવાદમાં કોરોનાથી ફરી ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે. ૨૮ ફેબુ્રઆરીના એક્ટિવ કેસનો આંક ૬૩૨ હતો જ્યારે હવે ૧૪ માર્ચના વધીને ૮૫૦ થયો છે. આમ, ૧૫ દિવસમાં એક્ટિવ કેસમાં ૩૫%નો વધારો થયો છે. અમદાવાદમાં બરાબર એક મહિના અગાઉ ૧૪ ફેબુ્રઆરીના ૫૦ કેસ નોંધાયા હતા. જેની સરખામણીએ હવે ૧૪ માર્ચના ૧૬૫ કેસ સામે આવ્યા છે. આમ, એક મહિનામાં જ કોરોનાના દૈનિક કેસની  ગતિમાં બમણો વધારો થયો છે. હાલ અમદાવાદમાં કોરોનનાા કુલ કેસનો આંક ૬૪,૬૩૬ છે જ્યારે અત્યારસુધી ૨,૩૨૩ના મૃત્યુ થયા છે. સુરતમા પણ કોરોનાથી સ્થિતિ સતત વકરી રહી છે. બરાબર ૧૫ દિવસ અગાઉ ૨૮ ફેબુ્રઆરીના સુરતમાં ૪૬૨ એક્ટિવ કેસ હતા. જેની સરખામણીએ હાલમાં ૧,૧૮૭ એક્ટિવ કેસ છે.

ગુજરાતમાં બરાબર 15 દિવસ અગાઉ 28 ફેબ્રુઆરીના 407 કેસ નોંધાયા

ગુજરાતમાં બરાબર 15 દિવસ અગાઉ 28 ફેબ્રુઆરીના 407 કેસ નોંધાયા હતા. આમ, 15 દિવસમાં જ કોરોનાના દૈનિક કેસના પ્રમાણમાં લગભગ બમણો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ બેના કોરોનાથી મૃત્યુ થયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસ હવે 2,78,207 છે જ્યારે કુલ મરણાંક 4,424 છે. હાલમાં એક્ટિવ કેસનો આંક 4,422 છે જ્યારે 54 દર્દી વેન્ટિલેટર પર છે.

રાજ્ય સરકારે તબક્કાવાર સ્કુલોમાં શૈક્ષણિક કાર્ય શરૃ કર્યા બાદ સુરત મ્યુનિ. દ્વારા સ્કુલ-કોલેજમાં કોરોના વધુ નહીં ફેલાઇ તે માટે દરરોજ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી તમામ ઝોનમાં 49 સ્કુલ, કોલેજમાં 2000 થી વધુ વિદ્યાર્થીઓનો કોરોનાનો ટેસ્ટ થઇ રહ્યો છે. જેમાંથી શુક્રવાર સુધી ચાર કે છ કેસો જ આવતા હતા. પરંતુ શનિવારે ૨૦ વિદ્યાર્થીઓ કોરોનામાં સપડાતા મ્યુનિ. કમિશ્નરે તમામ શૈક્ષણિક સંસ્થાઓને શકય હોય તો સ્કુલો બંધ કરીને ઓનલાઇન શિક્ષણ શરૃ કરવા માટે સુચન કર્યું છે. જેને લઇને સ્કુલ સંચાલકો દોડતા થઇ ગયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33