Last Updated on March 9, 2021 by
મહારાષ્ટ્રમા સતત વધી રહેલા કોરોનાના નવા કેસોએ સરકારની ચિંતા વધારી છે. કોરોના સંક્રમણ પર શિકંજો કસવા માટે ઉદ્ધવ સરકારે અનેક જગ્યાઓ પર લોકડાઉનનો નિર્ણય કર્યો છે. મંગળવારે થાણેમાં લોકડાઉનની જાહેરાત બાદ જલગાંવમાં 3 દિવસ માટે જનતા કરફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. આ સિવાય નાસિકમાં રાત્રિ કરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે.
જલગાવમાં જનતા કર્ફ્યું
જલગાંવમાં 12થી 14 માર્ચ સુધી જનતા કરફ્યૂ લાગૂ રહેશે. જલગાંવના જિલ્લા મેજિસ્ટ્રેટે આદેશ જાહેર કરી કહ્યું કે ઈમર્જન્સી સેવાઓને બાદ કરતા અહીં બધુ જ બંધ રહેશે, આ અગાઉ મંગળવારે થાણેમાં તંત્રએ જિલ્લાના 11 હોટ્સપોટ વિસ્તારોમાં 13 થી 31 માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત કરી દીધી છે.
'Janta Curfew' to be imposed from 11th March, 8 pm till 15th March, 8 am in the Municipal corporation limits in Jalgaon. Emergency services, MPSC and other Departments' exams exempted: Abhijit Raut, Jalgaon (Maharashtra) District Collector #COVID19
— ANI (@ANI) March 9, 2021
નાસિકમાં પણ કર્ફ્યુની જાહેરાત
આ સિવાય મહારાષ્ટ્રના નાસિકમાં મંગળવારે કરફ્યૂની જાહેરાત કરી દેવામાં આવી. અહીં સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે, આ કરફ્યૂ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી તંત્ર દ્વારા કોઈ નવો આદેશ આપવામાં ના આવે. આ સાથે જ નાસિક, નાંદગાંવ, માલેગાંવ અને નિફાડમાં તમામ શાળાઓ અનિશ્ચિત કાળ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31