Last Updated on March 11, 2021 by
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 22 હજાર 854 કેસ નોંધાયા છે અને 126 લોકોનાં મોત નીપજ્યાં છે. તસવીરો અને આંકડા બંને ભયાનક છે કે શું કોરોના કમબેક કરી રહ્યો છે. ગુજરાતમાં પણ કેસોએ નવો રેકોર્ડ બનાવ્યો છે. સતત કોરોનાના આંક વધી રહ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 710 નોંધાયો છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 2,75,907એ પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ મોત થયું નથી આ સારી બાબત છે.
મહારાષ્ટ્રના નાગપુરમાં લોકડાઉન લાગ્યું
મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસોને જોતા સરકારે નાગપુરમાં સંપૂર્ણ લૉકડાઉન લાગુ કર્યું છે. શહેરમાં 15 થી 21 માર્ચ સુધી સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવામા આવશે. જે હેઠળ કોઈને પણ બહાર નીકળવાની મંજૂરી નહીં મળે. માત્ર મેડિકલ શોપ સહિતની જરૂરી સામાનની દુકાનો જ ખુલ્લી રહેશે. બુધવારે નાગપુરમાં 1710 નવા કેસ સામે આવ્યા હતા. જે 173 દિવસ બાદ 24 કલાકમાં સૌથી વધુ દર્દીઓ મળ્યાનો રેકોર્ડ હતો. નાગપુર મ્યુનિ. કમિશ્નર રાધાકૃષ્ણને આ અંગે જણાવ્યું હતું કે, ‘નવા કેસોમાં મહિલાઓ અને 20 થી 40 વર્ષની વયના લોકોની સંખ્યા વધુ છે. લોકો કોરોનાને હળવાશથી લઈ રહ્યાં હોવાને કારણે કેસોની સંખ્યામાં સતત વધારો થયો છે. લોકોની મદદ વગર કોરોના પર નિયંત્રણ ના મેળવી શકાય.’
શું દેશમાં કોરોનાનું પુનરાગમન છે?
મહા શિવરાત્રીના દિવસે આજે દેશભરના મંદિરોમાં ટોળાએ ભીડનો રેકોર્ડ બનાવ્યો છે અને દેશમાં કોરોના વાયરસના નવા કેસનો રેકોર્ડ બનાવ્યો છે. લોકો મહાશિવરાત્રીના પ્રસંગે સામાજિક અંતર અને માસ્ક જેવી વસ્તુઓ ભૂલી ગયા. ભારતમાં કોરોના ચેપના કિસ્સાઓમાં આવા નાના કારણો ફરી એકવાર વધી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસ બ્રિટન અને જર્મનીમાં મળતા રોજીંદા નવા કેસના આંકથી પણ વધુ આવી રહ્યાં છે. સરકારના તમામ પ્રયાસ બાદ પણ કોરોના મહામારી સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. જોખમને જોતા નાગપુરમાં 7 દિવસનું સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરાયું. જર્મનીમાં 10 માર્ચના 12 હજાર 246 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે બ્રિટનમાં 6 હજાર નવા કેસ સામે આવ્યા. પરંતુ માત્ર મહારાષ્ટ્રમાં જ 10 માર્ચે 13 હજાર 659 નવા કેસ સામે આવ્યા હતા. સમગ્ર દેશમાં 1 લાખ 90 હજાર 295 એક્ટિવ કેસ છે. જેમાંથી 1 લાખ 240 એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે.
લોકોએ આ જોખમી વાઈરસને હળવાશમાં ના લેવું જોઈએ
આઈસીએમઆરના ડીજી બલરામ ભાર્ગવે કહ્યું કે,‘મહારાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક છે, પરંતુ તેનું કારણ નવા સ્ટ્રેન નથી. આ વધારો ઓછી ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને લોકોની બેદરકારીને કારણે જોવા મળી રહ્યો છે. લોકોએ આ જોખમી વાઈરસને હળવાશમાં ના લેવું જોઈએ.’ મહારાષ્ટ્રમાં ગત વર્ષે 7 ઓક્ટોબર 14 હજાર 578 નવા કેસ સામે આવ્યા હતા. જેના 154 દિવસ બાદ એટલે 10 માર્ચે મહારાષ્ટ્રમાં 13,659 નવા કેસ સામે આવ્યા. 10 માર્ચે મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે 54 લોકોએ જીવ ગુમાવ્યા હતા. અત્યારસુધીમાં મહારાષ્ટ્રમાં કોરોનાથી 52 હજાર 610 લોકોના મોત થયા છે.
મોટાભાગના કેસ મહારાષ્ટ્રથી આવ્યા છે
દેશના કુલ કેસમાંથી અડધા કેસ ફક્ત એક જ રાજ્ય મહારાષ્ટ્રના છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 13 હજાર 659 કેસ નોંધાયા છે અને 56 લોકોનાં મોત નીપજ્યાં છે. મહારાષ્ટ્ર પછી કેરળ અને પંજાબ બીજા અને ત્રીજા સ્થાને છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં 2316 નવા અને પંજાબમાં 1027 નવા કેસ નોંધાયા છે. હાલમાં કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા 1 લાખ 89 હજાર 226 છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31