GSTV
Gujarat Government Advertisement

રાજ્યના 6 મહાનગરોમાં લાગશે લોકડાઉન, ગૃહ વિભાગનો પરિપત્ર થયો વાયરલ/ આખરે સરકારે કરવી પડી સ્પષ્ટતા

Last Updated on April 10, 2021 by

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના કેસને લઈને જ્યાં એક તરફ તંત્ર ચિંતામાં છે તો બીજી તરફ જનતામાં પણ ફફડાટ છે ત્યારે આ બધા વચ્ચે એક પરિપત્ર વાયરલ થઇ રહ્યો છે. ગૃહ વિભાગના નામે વાયરલ થઇ રહેલા પરિપત્રમાં કહેવાયું છે કે ગુજરાતના 5 શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવશે. જોકે, આ પરિપત્ર વાયરલ થતા સરકારે સ્પષ્ટતા કરી છે કે સરકાર દ્વારા આ પ્રકારનો કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો અને પરિપત્ર ખોટો છે.

પરિપત્ર

શું છે વાયરલ પરીપત્રનું સત્ય ?

વાયરલ થઇ રહેલા ખોટા પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગુજરાતમાં વધતા કોરોના કેસને નિયંત્રણ કરવા સરકાર દ્વારા નાઈટ કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે. જોકે તેના કોઈ નક્કર પરિણામો ન મળતા સરકારે હવે રાજ્યના 6 મોટા શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર અને ભાવનગરમાં આગામી તારીખ 11 એપ્રિલથી 17 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવશે. સાથે જ કહેવામાં આવ્યું છે કે લોકડાઉન દરમ્યાન માત્ર આપાતકાલીન સેવાઓ જ ચાલુ રહેશે. જિલ્લામાં પ્રવેશ અને નિષેધ માટે જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી જરૂરી છે.

લોકો ગેરમાર્ગે ન દોરાવા ગૃહ વિભાગની અપીલ

ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આપત્કાલીન નોંધ સ્વરૂપે સોશિયલ મીડિયામાં લોકડાઉન મામલે ફરતા થયેલો પત્ર તદ્દન ફેક અને ખોટો હોવાનો ખુલાસો કરાયો છે. ખોટા પત્રથી ગુજરાતના લોકો ગેરમાર્ગે ન દોરાય તેવી અપીલ પણ કરવામાં આવી છે. લોકડાઉન કરવાના પત્રમાં કોઇ પણ જાતની સત્યતા નથી. લોકોને માત્ર ગેરમાર્ગે દોરવાના જ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.

ગૃહ વિભાગની સ્પષ્ટતા

રાજ્ય સરકારના ગૃહ વિભાગના પ્રવક્તાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, ‘ગુજરાતના 6 મોટા શહેરોમાં તારીખ 11 એપ્રિલથી 17મી એપ્રિલ સુધી રાજ્ય સરકારે સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કર્યો છે એવો આ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. જે બિલકુલ અસત્ય છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારના નામજોગ તેમજ ખોટી સહી સાથેનો આ પત્ર તદ્દન ખોટો અને ફેક છે.’ નોંધનીય છે કે, આવી ખોટી અફવા ફેલાવનારા તત્વોને શોધી કાઢવા માટે રાજ્યના પોલીસ મહા નિર્દેશક આશિષ ભાટિયાએ સાયબર ક્રાઇમ સેલને તત્કાલ તપાસના આદેશ પણ આપ્યાં છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આવા પત્રને સાચો નહીં માનવા અને ગેરમાર્ગે નહીં દોરાવા ગુજરાતના નાગરિકોને અપીલ કરવામાં આવી છે. આ પત્ર કોણે વાયરલ કર્યો છે તે અંગેની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આવો કોઈ પણ પત્ર સોશિયલ મીડિયા મારફતે આપના સુધી આવે તો તેને વાયરલ નહીં કરવા પણ નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે.

20 શહેરોમાં નાઇટ કરફ્યુનો આદેશ કરાયો હતો

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા 20 શહેરોમાં માત્ર નાઇટ કરફ્યુનો આદેશ કરવામાં આવ્યો છે નહીં કે લોકડાઉન. ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે આજે ગુજરાત હાઇકોર્ટે લોકડાઉન અંગે રાજ્ય સરકારને ટકોર કરી હતી. જેના અનુસંધાને અગાઉ CM રૂપાણી અને ડે.સીએમ નીતિન પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે આ મામલે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા પણ કરી હતી. જ્યાર બાદ સીએમ રૂપાણીએ રાજ્યમાં નાઇટ કરફ્યુ અંગે મહત્વનો નિર્ણય કર્યો હતો. સીએમ રૂપાણીએ રાજ્યના ૨૦ શહેરોમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે તેવો આદેશ કર્યો હતો. ઉપરાંત કેન્દ્ર સરકારની ટીમ ગુજરાત આવશે તેમ પણ જણાવ્યું હતું. 30 એપ્રિલ સુધી તમામ કાર્યક્રમો સ્થગિત રહેશે. લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી અપાશે. 30 એપ્રિલ સુધી સરકારી ઓફિસો શનિવારે બંધ રહેશે જેવા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં હતાં.

આવી ખોટી અફવા ફેલાવનારા તત્વોને શોધી કાઢવા રાજ્યના પોલીસ મહા નિર્દેશક આશિષ ભાટિયાએ સાયબર ક્રાઇમ સેલ ને તત્કાલ તપાસ ના આદેશો આપ્યા છે

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33