GSTV
Gujarat Government Advertisement

LICને છોડીને દેશની 6 મોટી કંપનીઓ વધારી રહી છે ઇન્શ્યોરન્સના ભાવ, જાણો શું થશે અસર

LIC

Last Updated on March 12, 2021 by

દેશની સૌથી મોટી ઇન્શ્યોરન્સ કંપની ભારતીય જીવન વીમા નિગમ (Life Insurance Corporation of India)ના પોલિસીધારકો માટે સારી ખબર છે. LIC પોતાના ટર્મ પ્લાનનું પ્રીમિયમ નહિ વધારે. ઇન્શ્યોરન્સ સેક્ટરની 6 મોટી કંપની 1 એપ્રિલથી ટર્મ ઇન્શ્યોરન્સ પ્રીમિયમના ભાવ વધારવા જઈ રહી છે. એપ્રિલ સુધીમાં કંપનીઓ પોતાના ટર્મ પ્લાન પ્રીમિયમમાં 10-15% વધારો કરી શકે છે. જો કે LIC એવી સકીઓ માટે રેટ નહિ વધારે. જણાવી દઈએ કે ગયા વર્ષે કોવિડ-19 મહામારીના પ્રકોપ પછી ઘણી મોટી ઇન્શ્યોરન્સ કંપનીઓએ દરોમાં વધારો કર્યો છે, પરંતુ LICએ એવું કર્યું નથી અને હવે એને કરવાની યોજના પણ નથી.

બિઝનેસ સ્ટાન્ડર્ડની રિપોર્ટ મુજબ, ટર્મ ઇન્શ્યોરન્સમાં પુરી રીતે રિસ્ક કવર થાય છે. એવામાં મેચ્યોરિટી પર કોઈ રકમ મળી નથી. પરંતુ પોલિસી સમયગાળામાં પોલિસી હોલ્ડરની મોત થવા પર એમના નોમિનીને પૈસા મળે છે. આ પોલિસીમાં ઓછા પ્રીમિયમ પર મોટી અમાઉન્ટ પર ઇન્શ્યોરન્સ મળે છે. LICનો પ્યોર પ્રોડક્શન પ્લાન હેઠળ જીવન અમર અને ટેક ટર્મ પ્લાન ટર્મ ઇન્શ્યોરન્સ પોલિસી રજુ કરે છે.

10 થી 15% સુધી મોંઘા થઇ જશે ટર્મ પ્લાન

નાણાકીય વર્ષ 2021-22માં ટર્મ ઇન્શ્યોરન્સના પ્રીમિયમમાં 10થી 15% વધારો થઇ શકે છે. કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં મોરટેલિટિ રેટથી રી-ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર અસર પડશે. કંપનીઓ મુજબ, નોન મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં 25% સુધી વધારો થયો છે. રી-ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર દબાણના કારણે કંપનીઓ ટર્મ પ્લાન પ્રીમિયમમાં વધારો કરી શકે છે.

કયા ગ્રાહકો પર થશે અસર

પ્રીમિયમમાં વધારાની અસર નવી પોલિસી લેવા વાળા ગ્રાહકો પર થશે. જુના ગ્રાહકો પર એની અસર નહિ થાય. એમનું પહેલું ફિક્સ પ્રીમિયમ જારી રહેશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 19/11 10:32

Post at 5:02 PM

Post at 4:30