Last Updated on March 9, 2021 by
લક્ષ્મી ઓર્ગેનિક્સ (Laxmi Organic IPO)નો આઇપીઓ 15 માર્ચે ખુલશે. જો તમે છેલ્લા આઇપીઓમાં ઈન્વેસ્ટ કરી ચુક્યા છો તો તમારા માટે સારો મોકો છે. આ ઇપીઓમાં તમે 17 માર્ચ સુધી રોકાણ કરી શકો છો. જણાવી દઈએ કે કંપની તરફથી આઇપીઓની પ્રાઇસ બેન્ડ પણ તૈયાર કરી લેવામાં આવી છે. આ આઇપીઓમાં 300 કરોડ રૂપિયાના ફ્રેશ શેર જારી કરવામાં આવશે. ત્યાં જ પ્રમોટર્સ યલો સ્ટોન ટ્રસ્ટ દ્વારા 300 કરોડના શેર વેચાણ ફોર સેલ દ્વારા કરવામાં આવશે.
- લક્ષ્મી ઓર્ગેનિક્સએ આઇપીઓ માટે પ્રાઇસ બેન્ડ 129-130 રૂપિયા નક્કી કર્યા છે
- આઇપીઓની લોટ સાઈઝ 115 શેર નક્કી કરવામાં આવી છે
- પ્રાઇસ બેન્ડ 130 રૂપિયાના લિહજે આ આઇપીઓમાં ઓછામાં ઓછા રોકાણકારોને 14950 રૂપિયા લગાવવા પડશે
કેટલા રૂપિયા એકત્રિત કરશે કંપની ?
પ્રી-IPO પ્લેસમેન્ટ પછી કંપનીના ઈશ્યુની સાઈઝ 800 કરોડ રૂપિયાથી ઘટીને 600 કરોડ રૂપિયા થઇ છે. કંપનીએ પ્રી-IPO પ્લેસમેન્ટ દ્વારા 1,55,03,875 ઇકવીટી જારી કરવા પહેલા જ 200 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. એના કારણે જ ફ્રેશ ઈશ્યુ સાઈઝ 500 કરોડ રૂપિયાથી ઘટીને 300 કરોડ રૂપિયા થઇ ગયા છે.
કંપની ક્યાં કરશે ફંડનો ઉપયોગ
કંપની આઇપીઓ દ્વારા એકત્રિત કરેલા ફંડનો ઉપયોગ પોતાની પૂર્ણ સહયોગી સંસ્થા યલોસ્ટોન ફાઈન કેમિકલ(YFCPL)માં કરશે. કંપનીનો પ્લાન આ યુનિટમાં રોકાણ કરવા કહ્યું છે. એ ઉપરાંત ફંડનો કેટલોક ભાગ વર્કિંગ કેપિટલ અને મેન્યુફેક્ચરિંગ માટે પણ ઉપયોગમાં લેશે.
જાણો કંપની અંગે ?
Laxmi Organic ઇથાઇલ એસ્ટેટ માર્કેટમાં દેશની સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે. ભારતના ઇથાઇલ એસ્ટેટ માર્કેટમાં કંપનીની ભાગીદારી લગભગ 30% છે. YCPLનું અધિગ્રહણ પૂરું કર્યા પછી કંપનીના માર્કેટ શેર વધશે. ભારતમાં ડિક્ટેન ડેરિવેટીવ્સ (diketene derivatives) બનાવવા વળી આ એક માત્ર કંપાનું છે.
ક્યાં સુધી છે કંપનીની પહોંચ
તમને જણાવી દઈએ કે કંપનીની ઓળખ દુનિયાના 30 દેશોમાં છે. જેમાં ચીન, નેધરલેન્ડ, રસિયા, સિંગાપુર, સંયુક્ત અરબ અમીરાત, બ્રિટન અને અમેરિકા સામેલ છે. એના પ્રમુખ ગ્રાહકોમાં એલેમ્બિક ફાર્મા, ડો. રેડ્ડીઝ લેબ્સ, લોરસ લેબ્સ, મેકલોયડ ફાર્મા, માયલેન લેબ્સ, યુનાઇટેડ ફોસફરસ જેવી દિગ્ગજ હાજર છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31