Last Updated on April 1, 2021 by
દેશમાં કોરોના વાઈરસની બીજી લહેરનો આતંક સામે આવ્યો છે. એક જ દિવસમાં જાણે કે, કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ 72,330 નવા કેસ નોંધાયા છે. તો કોરોનાથી 24 કલાકમાં 459 દર્દીઓનાં મોત થયા છે. દિવસેને દિવસે કોરોનાથી સ્થિતિ વણસતી જતી જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં પ્રતિબંધ છતાં કેસની ઝડપ બુલેટની ગતિએ વધી રહ્યા છે.
કુલ કેસોનો આંક વધ્યો
દેશમાં કોરોનાના કુલ કેસનો આંક વધીને 1,22,21,665 પહોંચી ગયો છે. તો કોરોનાથી જીવ ગુમાવનારની સંખ્યા 1,62,927 થઈ ગઈ છે. કોરોનાથી 116 દિવસો પછી આટલાં લોકોનાં મોત નોંધાયા છે. નવા દર્દીઓનાં આંકમાં ગત 172 દિવસો બાદ સૌથી વધું છે. આ અગાઉ 10 ઑક્ટોબરે 74,418 કેસ આવ્યા હતા. મહત્વનું છે કે, ગઈકાલે કોરોનાના નવા દર્દી 53,480 આવ્યા હતા તો 354 લોકોનાં મોત નોંધાયા હતા.
45 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને રસી
આજથી રાજ્ય સહીત દેશભરમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ કોરોનાની વેક્સિનેશનનો આરંભ થયો છે. આજથી 1 જાન્યુઆરી 1977ની પહેલાં જન્મેલા તમામ લોકો વેક્સિન લઈ શકશે. અત્યાર સુધી કોરોનાની મોતને ભેટેલા આંકડાઓના અભ્યાસને પગલે 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને હાઇ રિસ્ક ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. જેના કારણે આજથી ૪પ વરસથી ઉપરના લોકોને પણ કોરોનાની રસી આપવાનો આરંભ થઇ રહ્યો છે. 31 માર્ચની સવાર સુધીમાં 6.30 કરોડ વેક્સિનના ડોઝ અપાઈ ચૂક્યા છે.
પહેલી માર્ચથી 60 વર્ષથી વધુના લોકોનું વેક્સિનેશન શરૂ થયું હતું. તેમાં અત્યારસુધીમાં 2.90 કરોડ પહેલા ડોઝ અને 36 હજાર 899 બીજા ડોઝ અપાઈ ચૂક્યા છે. 2011ની વસતિગણતરીને ધ્યાનમાં લઇએ તો 2021માં 60થી વધુ ઉંમરના લોકોની વસતિ 13.7 કરોડ છે તો અને 45થી 59 વર્ષના લોકોની ઉંમર 20.7 કરોડ જેટલી અંદાજાઇ છે. એટલે કે 34 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવશે.
સિવિલમાં હાલ 920 બેડ માટે વ્યવસ્થા
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. સિવિલમાં કોરોનાના વધુ 100 દર્દીઓ દાખલ થતાં હાલ 60 ટકા બેડ ફૂલ થઇ ગયા છે. સિવિલમાં હાલ 920 બેડ માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે પરંતુ જો આ જ ગતિથી કેસ વધશે તો આગામી 3 થી 4 દિવસમાં સિવિલના તમામ બેડ ફૂલ થઇ જશે. જો કે તબીબોનું કહેવું છે કે વધુ દર્દીઓ આવશે તો વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરીને તેમને સારવાર આપવામાં આવશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31