GSTV
Gujarat Government Advertisement

ફફડાટ: છેલ્લા 24 કલાકમાં દેશમાં સૌથી વધુ કોરોના કેસમાં ટોપ પર છે આ શહેર, 200 દેશો કરતા વધારે નોંધાયા છે કેસ

Last Updated on March 18, 2021 by

મહારાષ્ટ્રમાં કોરોના ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં 23 હજારથી વધારે કેસ આવ્યા છે. અહીં સંક્રમણથી મોતની સંખ્યા પણ વધી રહી છે. પુણે દેશનું સૌથી પ્રભાવિત શહેર બનતુ જાય છે. છેલ્લા 24 કલાક દરમિયાન પુણે શહેર, ગ્રામિણ, પિંપરી ચિંચવાડ અને કોલ્હાપુરમાં 4745 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન અહીં 15 લોકોના મોત પણ થયા છે. બુધવારે દેશમાં સૌથી વધારે પોઝિટીવ કેસ પુણેમાં આવ્યા હતા.

200 કરતા વધારે કેસો ફક્ત એકલા પુણેમાં આવ્યા

કોરોના દર્દીઓની સંખ્યા બતાવતી વેબસાઈટ Worldometerના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં પુણેમાં જેટલા પોઝિટીવ કેસ આવ્યા છે. તેટલા કેસ એ જ સમયે દુનિયાના 200 દેશોમાં પણ નથી આવ્યા. આ દેશોમાં ફિલીપાઈન્સ, બુલગારી, ગ્રીસ, હંગરી, કેનેડા, ઓસ્ટ્રિયા, પાકિસ્તાન, યુએઈ, બાંગ્લાદેશ, સ્વિટ્ઝરલેન્ડ, સાઉથ આફ્રિકા, કુવૈત, મૈક્સિકો, મલેશિયા, નોર્વે અને જાપાન જેવા મોટા મોટા દેશોનો પણ તેમાં સમાવેશ થાય છે.

પુણેમાં લગાવી દીધા પ્રતિબંધો

  • પુણે મહાનગર પાલિકાએ સમગ્ર વિસ્તારમાં સામાજીક, સાંસ્કૃતિક, રાજનીતિક અને ધાર્મિક ગતિવિધિઓ પર આગામી આદેશ સુધી સંપૂર્ણપણે રોક લગાવી દીધી છે.
  • લગ્નમાં ફક્ત 50 લોકો જ શામેલ થઈ શકશે.
  • અંતિમ સંસ્કાર જેવા કાર્યક્રમોમાં ફક્ત 20 લોકો જ જઈ શકશે.
  • સ્વાસ્થ્ય સેવા અને જરૂરી સેવાને છોડતા દરેક જગ્યાએ 50 ટકા સ્ટાફ સાથે કામ કરવાનો આદેશ
  • પ્રાઈવેટ ઓફિસોમાં મોટા ભાગે વર્ક ફ્રોમ હોમ કરવાનો આદેશ
  • 31 માર્ચ સુધી પુણેમાં રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગૂ

મહારાષ્ટ્રમાં સૌથી ગંભીર સ્થિતી

ભારતમાં કોરોના વાયરસે ફરીથી માથુ ઉચકયુ છે.મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના કેસ સામે આવી રહ્યા છે. જેના કારણે હવે મહારાષ્ટ્રમાં ફરીથી લોકડાઉન કરવું પડે તેવી સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં કોરોનાના નવા 23179 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકની અંદર મહારાષ્ટ્રમાં 84 લોકોના મોત થયા છે. પુણેમાં છેલ્લા 24 કલાકમાં 4727 કેસ નોંધાયા છે. મુંબઇ શહેરની વાત કરીએ તો ત્યાં 2377 કોરોના કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર શરૂ

મુંબઇમાં વર્તમાન સમયે એક્ટિવ કેસોની સંખ્યા 15,410 છે. ઉલ્લેનીય છે કે મહારાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાની બીજી લહેર શરુ થઇ છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કેટલાક પ્રતિબંધો લગાવ્યા છે. કેટલાક વિસ્તારોમાં લોકડાઉન અને નાઇટ કર્ફ્ય લગાવ્યો છે. ગયા અઠવાડિયે કેન્દ્રની ટીમ પણ મહારાષ્ટ્ર પહોંચી હતી. ત્યારે હવે કોરોનાના આંકડા જે રીતે ડરાવી રહ્યા છે તેને જોતા લોકોને ફરી વખત લોકડાઉન થવાનો ડર છે. હાલમાં દેશના કુલ એક્ટિવ કેસમાંથી ૬૦ ટકા અને નવા મૃત્યુમાંથી ૪૫ ટકા મહારાષ્ટ્રમાં છે, એવું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં આજ સુધી ૧ કરોડ ૭૮ લાખ ૩૫ હજાર ૪૯૫ લોકોના કોરોના ટેસ્ટ કરાયા છે. એમાં પૈકી અત્યાર સુધી કોરોનાના પોઝિટીવની સંખ્યા ૨૩,૭૦,૫૦૭ થઈ છે. જ્યારે મરણાંકનો આંક ૫૩,૦૮૦ થયો છે. રિકવરીનું પ્રમાણ ૩ ટકા ઘટી ગયું છે.

મુંબઈમાં કોરોનાનો વિસ્ફોટ

મુંબઈમાં પણ કોરોનાનો વિસ્ફોટ થયો છે, આજે શહેરમાં ૨૪ કલાકમાં ૨,૩૭૭ નવા કોરોનાના કેસ નોંધાયા છે અને ૮ જણનાં મોત થયા હતા. આથી શહેરભરમાં કોરોનાગ્રસ્તની સંખ્યા ૩,૪૯,૯૫૮ થયો છે અને મરણાંકની સંખ્યા ૧૧૫૪૭ થઈ છે જ્યારે આજે કોરોનાના ૮૭૬ દરદી સાજા થતાં અત્યાર સુધી કોરોનાના ૩,૨૦,૭૫૪ દરદી કોરોનાથી મુક્ત થયા છે. આ સિવાય શહેરમાં કોરોનાના ૧૬૭૫૧ દરદી એક્ટિવ છે. કોરોનાના દરદીની સંખ્યા મુંબઈ મહાનગરપાલિકાએ ચિંતામાં પડી ગઈ છે. આ સિવાય પુણે જિલ્લામાં સૌથી વધુ કોરોનાના સક્રિય દરદી છે. પુણે જિલ્લામાં ૩૨ હજાર ૩૫૯ કેસ, નાગપુર જિલ્લામાં ૨૧ હજાર ૪૯૬ દર્દી, થાણે જિલ્લામાં ૧૪ હજાર ૬૪૪ દર્દી સારવાર લઈ રહ્યા છે.

#Country,
Other
Total
Cases
New
Cases
Total
Deaths
New
Deaths
Total
Recovered
Active
Cases
Serious,
Critical
Tot Cases/
1M pop
Deaths/
1M pop
Total
Tests
Tests/
1M pop
Population
World121,938,225+134,1382,694,904+2,97998,274,63420,968,68788,97515,644345.7
1USA30,294,798550,64922,447,2757,296,8749,27191,1451,657384,014,7611,155,354332,378,543
2Brazil11,700,431285,13610,287,0571,128,2388,31854,7701,33528,600,000133,876213,629,898
3India11,474,605+303159,25011,063,025252,3308,9448,257115230,313,163165,7401,389,604,984
4Russia4,428,239+9,80393,824+4604,037,036297,3792,30030,335643116,300,000796,690145,978,921
5UK4,274,579125,8313,568,271580,47796862,7331,847107,731,9651,581,06568,138,862
6France4,146,60991,437275,3603,779,8124,21963,4271,39957,940,302886,26265,376,055
7Italy3,281,810103,4322,639,370539,0083,31754,3361,71245,540,778754,00460,398,612
8Spain3,206,11672,7932,857,714275,6091,99768,5541,55641,114,319879,11946,767,645
9Turkey2,930,55429,6962,752,023148,8351,48434,48534935,603,028418,95384,980,970
10Germany2,610,76974,6772,383,600152,4922,84831,09088947,578,793566,58983,974,064
11Colombia2,314,15461,4982,212,51240,1441,98245,1401,20012,096,794235,95951,266,512
12Argentina2,218,42554,2312,003,121161,0733,48548,7681,1928,137,605178,89045,489,326
13Mexico2,175,462+6,455195,908+7891,720,430259,1244,79816,7481,5085,811,64244,742129,891,000
14Poland1,984,248+27,27848,388+3561,603,832332,0282,19052,4701,28010,946,376289,45537,817,143
15Iran1,778,645+7,53061,581+891,521,377195,6873,86620,98672711,976,428141,31084,752,633

પાલઘરમાં શાળા અને કોલેજો બંધ

મહારાષ્ટ્રમાં કોરોના કેસ સતત વધતા સરકાર આકરા નિર્ણયો લઈ રહી છે. ઘણા જીલ્લાઓમાં પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યાં છે. ગુરુવારે પાલઘર જીલ્લામાં અનિશ્ચિત સમય માટે તમામ સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ બંધ કરવાનો આદેશ કરાયો હતો. બુધવારે રાજ્યમાં કોરોનાના નવા 23 હજાર 179 કેસ સામે આવ્યા હતા. જ્યારે 84 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

નંદોરમાં એક આશ્રમ શાળાના એક શિક્ષક ઉપરાંત 6 વિદ્યાર્થીઓ અને 24 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા સ્કૂલની હોસ્ટેલને સીલ કરવામા આવી હતી. 9 વિદ્યાર્થીઓને ગ્રામીણ હોસ્પિટલોમાં દાખલ કરવામા આવી છે. મહારાષ્ટ્ર સરકારે લોકોને ચેતવણી આપી હતી કે જો કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં કરાય તો રાજ્યમાં લૉકડાઉન લાગુ કરવું પડશે. અમુક જીલ્લામાં તેને લાગુ કરી દેવામા આવ્યું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33