GSTV
Gujarat Government Advertisement

છેલ્લા 48 કલાકમાં અમદાવાદમાં 1200થી વધુ કેસો, ચૂંટણી ટાણે ટોળા ભેગા કરનારા મ્યુનિ. હોદ્દેદારો લોકોને રસી લેવા સમજાવવા નીકળ્યા!

Last Updated on March 31, 2021 by

અમદાવાદ શહેરમાં રંગોના પર્વ દરમ્યાન કોરોનાના કેસોમાં વિસ્ફોટ જોવા મળ્યો છે.શહેરમાં ૪૮ કલાકમાં કોરોનાના કુલ ૧૨૦૮ નવા કેસ નોંધાયા છે .ઉપરાંત કુલ આઠ લોકોના મોત થવા પામ્યા છે.શહેરમાં એકટિવ કેસની સંખ્યા વધીને ૧૭૪૦ થવા પામી છે.દરમ્યાન હોદ્દા ગ્રહણ કરતી વખતે સોશિયલ ડિસ્ટન્સ ના જાળવનારા મ્યુનિ.ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના અન્ય હોદ્દદારો અને કોર્પોરેટરો હવે તેમના વોર્ડમાં લોક સંપર્ક કરીને લોકોને કોરોના વિરોધી રસી લેવા સમજાવવા માટે નીકળ્યા હતા.આ સમયે સાચી પરિસ્થિતિ સમજવાવાળા નાગરિકોએ એવી કોમેન્ટ પણ કરી હતી કે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા નીકળ્યા.પરંતુ મ્યુનિ.હોદ્દેદારો જવાબ આપી શકવાની સ્થિતિમાં ના હોવાથી આગળના વિસ્તારોમાં જતા રહેતા નજરે પડયા હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

શહેરમાં ૪૮ કલાકમાં કોરોનાના કુલ ૧૨૦૮ નવા કેસ નોંધાયા

આ અંગે મળતી માહીતી મુજબ,અમદાવાદ શહેરમાં ૪૮ કલાકમાં કોરોનાના કુલ ૧૨૦૮ કેસ નોંધાયા છે.જે પૈકી ૨૯ માર્ચના રોજ કુલ ૬૦૨ કેસ નોંધાયા હતા.જયારે ત્રણ દર્દીઓના મોત થયા હતા.૩૦ માર્ચના રોજ કોરોનાના નવા કુલ ૬૦૬ કેસ નોંધાયા છે.ઉપરાંત કુલ પાંચ લોકોના મોત થયા છે.શહેરમાં લાંબા સમય બાદ એક જ દિવસમાં પાંચ લોકોના મોત નોંધાવા પામ્યા છે.

શહેરમાં લાંબા સમય બાદ એક જ દિવસમાં પાંચ લોકોના મોત નોંધાવા પામ્યા

શહેરમાં ગત માર્ચથી અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૬૭૭૧૩ કેસ નોંધાવા પામ્યા છે.મંગળવારે કોરોનામાંથી ૫૭૮ દર્દીઓ સાજા થતા શહેરમાં ગત માર્ચથી અત્યારસુધીમાં કુલ ૬૩૭૩૩ લોકો કોરોનાથી મુકત થવા પામ્યા છે.શહેરમાં મંગળવારે કોરોનાથી પાંચ દર્દીઓના મોત થતાં અત્યાર સુધીમાં કુલ ૨૨૯૭ લોકોના કોરોનાથી મરણ થવા પામ્યા છે.સૌથી વધુ ચિંતાજનક પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોનાના એકટિવ કેસની સંખ્યાને લઈને છે.મંગળવારે શહેરમાં એકિટવ કેસની સંખ્યા વધીને ૧૭૪૦ ઉપર પહોંચવા પામી છે.

દરમ્યાન અમદાવાદના લોકોને વિવિધ તહેવારો અને ઉત્સવો ઉજવવાની પાબંદી લગાવનારા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના અન્ય હોદ્દેદારો તથા કોર્પોરેટરો શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને કોરોના વિરોધી રસી લેવા માટે સમજાવવા મંગળવારે થલતેજ વોર્ડ સહિતના અન્ય વિસ્તારોમાં નીકળ્યા એ સમયે લોકોની ટીકાઓનો સામનો કરવાની નોબત આવી હતી.કેમકે આ હોદ્દેદારો ભૂંગળા લઈ લોકોને રસી લેવા સમજાવતા એ સમયે લોકોએ ચૂંટણી સમયે ધ્યાન રાખ્યુ હોત તો? લોકોના ટોળા ભેગા કર્યા ન હોત તો? સહિતની કોમેન્ટો કરતા કોર્પોરેટરો કોઈ જવાબ આપી શકવાની સ્થિતિમાં નહોતા.

25048 લોકોને રસી આપવામાં આવી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંગળવારે મ્યુનિ.હસ્તકની હોસ્પિટલો ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટર,સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કુલ ૨૫૦૪૮ લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી.રસી લેનારાઓમાં ૧૩૪૧૪ પુરૂષ,૧૧૬૩૪ મહિલા અને ૮૪૨૪ સિનિયર સિટીઝનનો સમાવેશ થતો હતો.

ખોખરા વોર્ડના કોર્પોરેટર કોરોના પોઝિટિવ

શહેરના ખોખરા વોર્ડના ભાજપના કોર્પોરેટર ચેતન પરમાર કોરોના પોઝિટિવ થતા હોમ કવોરન્ટાઈન થયા છે.ગત વર્ષે માર્ચ મહિનામાં કોરોના સંક્રમિત થનારા કોર્પોરેટરો પછી હવે નવી ટર્મના કોર્પોરેટરો કોરોના પોઝિટિવ બની રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33