Last Updated on March 16, 2021 by
કચ્છને નર્મદાનું પાણી મળે તેની વર્ષો જૂની માંગ હવે વધુ બુલંદ બની છે. કચ્છને નર્મદાનું પાણી મળે તે માટે ભારતીય કિસાન સંઘે પણ ખેડૂતોનું સમર્થન કર્યું છે. કચ્છમાં ખેડૂતોને નર્મદાના પાણી સાથે અન્યાય થતા ખેડૂતો હવે આકરા પાણીએ છે. નર્મદાનું પાણી કચ્છને મળે તેવી માંગ કરતા ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, ‘જો 30 માર્ચ સુધી ખેડૂતના પ્રશ્નોને સરકાર વાચા નહીં આપે તો ઉગ્ર આંદોલન કરાશે.’ એ માટે ખેડૂતોએ કલેક્ટર કચેરી પહોંચીને આવેદન પત્ર પાઠવીને પોતાની માંગને વધુ બુલંદ કરી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા બજેટમાં કચ્છમાં નર્મદા કેનાલના અધૂરા કામો માટે 100 કરોડ રૂપિયા જ ફાળવાયા છે. આ સંદર્ભે પૂર્વ રાજ્યમંત્રી અને કચ્છના ભાજપના વરિષ્ઠ નેતાએ પણ સરકારને પત્ર લખીને કચ્છના નર્મદા કેનાલના કામોને પૂર્ણ કરવા રૂપિયા 5 હજાર કરોડ ફાળવવાની રજૂઆત કરી છે. તો કચ્છ નર્મદા જળસંકટ નિવારણ સમિતિ દ્વારા કચ્છના નર્મદા કેનાલના અધૂરા કામો પૂર્ણ કરવા સતત રજૂઆતો કરાય છે છતાં નર્મદાનું પાણી હજુ સુધી ન પહોંચતા કચ્છના ખેડૂતો નર્મદાના પાણીની માંગને લઇને અન્યાય થતા હવે આકરા પાણીએ છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31