GSTV
Gujarat Government Advertisement

સરકારના એક પગલાંથી દેશમાં એક જ દિવસમાં 45 રૂપિયા સસ્તુ થઇ શકે છે પેટ્રોલ! જાણો ક્યારે અને કેવી રીતે થઇ શકે છે ક્રાંતિકારી ફેરફાર?

પેટ્રોલ

Last Updated on March 2, 2021 by

દેશભરમાં હાલ પેટ્રોલ ડીઝલના ભાવ રોકેટ ગતિએ વધી રહ્યા છે અને દેશના ઘણા શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાથી વધી ગયા છે. પેટ્રોલની કિંમતો પર લાગી રહેલ અનેક પ્રકારના ટેક્સને કારણે ભાવમાં વધી રહ્યા છે. એવામાં લોકોની માંગ છે કે જલ્દીમાં જલ્દી ટેક્સ ઓછા કરવામાં આવે જેથી પેટ્રોલના વધતા ભાવ પર નિયંત્રણ આવી શકે. તો બીજી તરફ, અનેક લોકો એવી પણ માંગ કરી રહ્યા છે કે પેટ્રોલની કિંમતોને જીએસટી હેઠળ લાવવામાં આવે.

પેટ્રોલ

જણાવી દઈએ કે પેટ્રોલ-ડીઝલના ભાવ જીએસટી હેઠળ નથી આવતા અને તેના પર રાજ્ય અને કેન્દ્ર સરકાર પોતાની રીતે ટેક્સ લગાવે છે, પરંતુ સવાલ એ થાઉં છે કે આખરે જીએસટી હેઠળ આવી ગયા પછી શું પેટ્રોલના ભાવ ઓછા થશે અને સાથે જ જાણી લઈએ કે જીએસટી હેઠળ આવ્યા બાદ પેટ્રોલના ભાવમાં કેટલો ફર્ક આવશે? તો ચાલો જાણીએ પેટ્રોલ અને ડીઝલના ટેક્સનું પૂરેપૂરું ગણિત…

પેટ્રોલ

જણાવી દઈએ કે ઓઇલ કંપનીઓ રોજે રોજ તેલની કિંમતો જાહેર કરે છે. હાલમાં, ટેક્સમાં થતા વધારાને કારણે નહિ પરંતુ કાચા તેલના બજારમાં ભાવ વધારાને કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થઇ રહ્યો છે. પરંતુ, પહેલા સરકારો તરફથી ક્રૂડ ઓઇલ પર ઘણો ટેક્સ વસુલ કરવામાં આવે છે, જેને કારણે હવે તેલને જીએસટી હેઠળ લાવવામાં આવે તેવી માંગ થઇ રહી છે. પરંતુ જો જીએસટી હેઠળ આવ્યા બાદ પેટ્રોલ પર માત્ર જીએસટી લાગશે જે કોઈ ને કોઈ જીએસટી સ્લેબમાં આવશે. હાલ સૌથી વધુ જીએસટી સ્લેબ 28%નો છે એટલે કે પેટ્રોલ ડીઝલને જીએસટી હેઠળ લાવવામાં આવે તો વધુમાં વધુ 28% ટેક્સ લગાવી શકાય છે.

હાલ કયાં કયાં પ્રકારના ટેક્સ લાગે છે?

પેટ્રોલના બેઝ પ્રાઈઝ પર અનેક પ્રકારના ટેક્સ અથવા તો ડ્યુટી લાગે છે. જેને કારણે પેટ્રોલના ભાવ વધે છે. જણાવી દઈએ કે પેટ્રોલના બેઝ પ્રાઈઝ પર એક તો ટેક્સ લાગેલ હોય ઉપરથી ડ્યુટી લગાવવામાં આવે. એટલે કે સામાનને બોર્ડર પાર કરાવવા પર લાગતો ટેક્સ. તેની સાથે જ સેસ પણ લગાવવામાં આવે છે. જે દેશમાં કેટલાંક વિશેષ કર્યો માટે હોય છે અને કહેવાય છે કે આ આવકને સ્પેશિયલ ડેવલપમેન્ટના કર્યો પાછળ ખર્ચ કરવામાં આવે છે. આ ઉપરાંત, ભાવમાં પેટ્રોલ પંપ અને ડીલર વગેરેનો નફો પણ ઉમેરવામાં આવે છે. જેના બાદ પેટ્રોલ ડીઝલના ભાવ ઘણા વધી જતા હોય છે. સાથે જ તેમાં લોકલ બોડી ટેક્સ, એન્ટ્રી ટેક્સ, એસએસસી વગેરે લાગે છે, જેનાથી પણ પેટ્રોલના ભાવ વધે છે.

હાલ કેટલો લાગે છે ટેક્સ?

જો દિલ્હીનું ઉદાહરણ લઈએ તો હાલ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 91.71 રૂપિયા છે. તેમાં પેટ્રોલની બેઝ પ્રાઈઝ માત્ર 33.26 રૂપિયા છે, જેમાં 0.28 રૂપિયા ફ્રેટ ચાર્જ લાગે છે, જેમાં એક્સાઇઝ ડ્યુટી અને વેટ સહીત ડીલર પાસેથી 33.54 રૂપિયા લેવામાં આવે છે, બાદમાં તેમાં એક્સાઇડ ડ્યુટી 32.90 રૂપિયા લાગે છે. ડીલર કમિશન 3.69 રૂપિયા હોય છે અને એક્સ્ટ્રા વેંત 21.04 રૂપિયા લાગે છે. આમ કુલ મળીને પેટ્રોલના ભાવ 91.17 રૂપિયા થઇ જાય છે.

જીએસટી બાદ શું થઇ જશે ભાવ?

જો જીએસટીની વાત કરીએ તો તેમાં ટેક્સના અનેક સ્લેબ છે. જેના આધારે ટેક્સ વસુલ કરવામાં આવે છે. જો પેટ્રોલના ભાવને પણ જીએસટી હેઠળ આવરી લેવામાં આવે અને તેમાં પણ સૌથી વધુ ટેક્સ સ્લેબ 28%માં આવરી લેવામાં આવે છે તો પેટ્રોલની કિંમતો ઘણી ઓછી થઇ જશે. જીએસટીમાં આવ્યા બાદ પેટ્રોલ પર ટેક્સ ચૂકવ્યા બાદ પણ પેટ્રોલના ભાવ ઘણા ઓછા થઇ જશે અને ગ્રાહકે ઘણો ઓછો પેટ્રોલનો ભાવ ચૂકવવો પડશે.

જીએસટીમાં સામેલ કરતા આ થશે ફેરફાર

આ અંગે, કેડિયા એડવાઈઝરીના મેનેજીંગ ડાયરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું કે જો પેટ્રોલના ભાવ જીએસટી હેઠળ આવરી લેવામાં આવે છે તો એક્સાઇઝ ડ્યુટી અને વેટ હતી જશે. તેના પર સરકાર વધુમાં વધુ 28% જીએસટી લગાવી શકે છે. સાથે જ રાજ્ય સરકાર વેટ નહીં લગાવી શકે અને રેવન્યુ વધારવા માટે રાજ્ય સરકાર કોઈ ટેક્સ લગાવે છે તો તે સેસના રૂપમાં લગાવી શકે છે જે ઘણો જ ઓછો હોય છે.

આટલું સસ્તું થઇ જશે પેટ્રોલ

જો દિલ્હીની વાત કરીયે તો હાલ ડીલર બેઝ પ્રાઈઝ 33.54 રૂપિયા છે. જેના વધુમાં વધુ ટેક્સ સ્લેબ 28% ટેક્સ વસુલ કરવામાં આવે છે તો 9.3912 રૂપિયા ટેક્સ થાય છે. તો ડીલર કમિશન લગભગ 3 રૂપિયા ઉમેરવામાં આવે છે તો ગ્રાહકને માત્ર 45.93 રૂપિયા પ્રતિલિટર પેટ્રોલ મળી રહેશે. હાલની ગણતરી મુજબ પેટ્રોલ લગભગ 45 રૂપિયા મોંઘુ છે. તો સાથે સાથે, પેટ્રોલના ભાવમાં કોઈ સેસ ઉમેરવામાં આવે છે તો પણ પેટ્રોલના ભાવ ઘણા ઓછા રહેશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33