GSTV
Gujarat Government Advertisement

PF Balance Check કરવું છે ખુબ જ સરળ! જો UAN નંબર ખોવાઈ ગયો છે તો આ રીતે કરો ચેક, સેકન્ડમાં મળી જશે માહિતી

UAN

Last Updated on March 15, 2021 by

કોઈ પણ પ્રાઇવેટ લિમિટેડ, સરકારી અથવા અર્ધ સરકારી કંપનીમાં કર્મચારીઓની સેલરીથી પીએફ કપાય છે. EPFO પ્રત્યેક ખાતાધારકોને UAN નંબર આપે છે જેના દ્વારા તમે તમારા ખાતામાં લોગ ઈન કરી શકો છો અને પુરી જાણકારી લઇ શકો છો. ક્યારેય એવું પણ થાય છે કે PF ખાતું તો હોય છે પરંતુ UAN નંબર ભૂલી જાય છે, એવામાં પરેશાન થવાની જરૂરત નથી.

EPFOની મિસ્ડ કોલ સર્વિસ

જો તમારો મોબાઈલ નંબર EPFOના રેકોર્ડમાં તમારા પીએફ ખાતા સાથે લિંક છે તો તમે માત્ર એક મિસ્ડ કોલ દ્વારા જાણી શકો છો. એના માટે તમારે 011-22901406 પર મિસ્ડ કોલ કરવો પડશે. કોલ કટ થયાના થોડા જ સેકેંડમાં તમારા પર મેસેજ આવી જશે જેમાં તમારો UAN નંબર અને ખાતામાં જમા રાશિની તમામ જાણકારી મળી જશે.

EPFOની SMS સુવિધા

SMS દ્વારા પીએફ ખાતામાં બેલેન્સ અંગે જાણકારી મેળવી શકાય છે. એના માટે તમારે મોબાઈલ નંબર 77382-99899 પર ”EPFOHO UAN” લખી SMS કરવો પડશે. જો તમારો નંબર રજીસ્ટર્ડ હશે તો થોડા સમય પછી મેસેજ આવી જશે જેમાં તમારા ખાતામાં જમા રાશિની જાણકારી હશે.

EPFOની વેબસાઈટ પરથી જાણકારી

એકાઉન્ટ

પીએફ ખાતાધારક https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login પર લોગ ઈન કરી તમારા ખાતનું સ્ટેટસ જાણી શકો છો. એના માટે સૌથી પહેલા તમારે UAN અને પાસવર્ડ દ્વારા લોગ-ઈન કરવું પડશે અને ફરી પાસબુકમાં જઈ બેલેન્સની જાણકારી મેળવી શકો છો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 19/11 10:32

Post at 5:02 PM

Post at 4:30