Last Updated on April 10, 2021 by
ગરમીની ઋતુ આવતા જ સ્કિન પ્રોબ્લમ શરૂ થઈ જાય છે. અસહ્ય તડકો અને પરસેવાના કારણે ઘણા લોકોને રેસિસ અને ફોલ્લીઓ અને સર્ન બર્નની સમસ્યાથી જૂજી રહ્યા હોય છે. આ ઋતુમાં સ્કિન સેંસેટિવ થઈ જાય છે. એવામાં કેટલાક લોકો આ પ્રાકરની સમસ્યાથી છૂટકારો મેળવવા પાવડર તથા ક્રિમનો ઉપયોગ કરે છે. પરંતુ કોઈ ખાસ ફરક પડતો નથી. તો ચાલો આજે અમે તમને બતાવીએ ઘરગથ્થુ ઉપાયો જેથી તુરંત મળશે રાહત.
એલોવેરા જેલ
સ્કિન પ્રોબલેમ્સથી છૂટકારો મેળવવા એલોવેરા જેલનો ઉપયોગ કરો. તેફોલ્લીઓને ઠીક કરવામાં મદદ કરશે. એલોવેરા જેલમાં હિલિંગ પ્રોપર્ટીઝ હોય છે જે રેડનેસ અને સોજાને ઓછા કરવામાં મદદ કરે છે. રાતે સૂતા પહેલા એલોવેરા જેલ લગાવો અને સવારે પાણીથી તેને ધોઈ નાંખો.
ચંદન
ચંદનમાં કૂલિંગ પ્રોપર્ટીઝ હોય છે જે ફોલ્લી એને રેશિસને ઠીક કરે છે. ચંદન પાવડર અને પાણીને ભેળવીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ફોલ્લીઓ પર લગાવો. તેનાથી તમને જલ્દી આરામ મળશે.
લીમડો
લીમડામાં ઔષધીય ગુણ હોય છે. લીમડાને પીસીને તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટને ફોલ્લીઓ પર લગાવો. તેમાં એંટી માઈક્રોબિયલ અને એંટી ઈંફ્લેમેટરી ગુણ હોય છે તે ખંજવાળ અને બળતરાથી રાહત અપાવે છે.
ગુલાબ જળ
ગુલાબ જળમાં પાણી અને મધ ભેળવીને પેસ્ટ બનાવીને ફ્રીઝમાં આઈસ ક્યૂબના રૂપમાં જમાવી લો. ગુલાબ જળ તમારી સ્કિનના પીએચને બેલેંસ કરવામાં મદદ કરે છે. સાથે જ ઓઈલ કાઢવામાં પણ મદદ કરે છે.
દહિં
દહિં ઠંડક અને રાહત બંને આપે છે. ફોલ્લીઓ પર દંહિને 15 મિનિટ સુધી લગાવો તેનાથી તમને રાહત મળશે. તેમજ આ સમસ્યાઓમાં મુલ્તાની માટીનો પણ ઉપયોગ કરી શકો છો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31