Last Updated on March 14, 2021 by
દેશની સૌથી મોટી વીમા કંપની LICની આમ તો ઘણી બધી યોજના છે જેમાં ઓછા સેવિંગમાં મોટા ફંડ બનાવી શકાય છે. પરંતુ આજે જે પ્લાન અંગે તમને જાણવવા જઈ રહ્યા છે એ છે LICનો સૌથી લોક પ્રિય પ્લાન. આ પ્લાનની સૌથી મોટી ખાસિયત છે કે એમાં તમને લગભગ 2500 રૂપિયાના સામાન્ય હપ્તા પર દર વર્ષે 22,500 રૂપિયાનું બોનસ મળે છે. સાથે જ પોલિસી ખતમ થવાના સમયે લગભગ 5 લાખ રૂપિયા એક સાથે મળે છે. આવો જઈએ આ પોલિસીની ડિટેલ્સ
LICના આ પ્લાનનું નામ છે જીવન આનંદ પોલિસી. આ આજના સમયમાં LICની સૌથી લોકપ્રિય પોલિસી છે. કારણ કે એમાં તમને દર વર્ષે એક નિશ્ચિત રકમ તો મળે જ છે સાથે મળે છે પૈસાના સુરક્ષાની ગેરંટી.
દર વર્ષે આ રીતે મેળવો 22,500ની રકમ
આ પોલિસી હેઠળ જો કોઈ વ્યક્તિ 35 વર્ષની ઉંમરે રોકાણ શરુ કરે છે તો એના 5 લાખ રૂપિયા વીમા માટે દર મહિને 2500 રૂપિયા પ્લસ જીએસટીની રકમ જમા કરવાની રહેશે. એક વર્ષ પૂરું થયા પછી તમને દર વર્ષે 22,500 રૂપિયાની રકમ બોનસ તરીકે મળવાનું શરુ થઇ જાય છે. આ રકમ 20 વર્ષ સુધી મળતી રહેશે. જે વ્યાજ સાથે હોય છે. એ ઉપરાંત એક 10,000 રૂપિયાનું વધુ બોનસ મળે છે.
અંતમાં મળશે પાંચ લાખ રૂપિયા
બોનસ ઉપરાંત તમને 5 લાખ રૂપિયાની રકમ પોલિસી મેચ્યોર થવા પર મળશે. જો તમે 2500 રૂપિયાના માસિક હપ્તાથી શરૂઆત કરો છો અને તમે બોનસના 22500 રૂપિયાનો હપ્તો ઉપાડી લીધો છે. મતબલ તમે આખી પોલિસી પર હવે 4.5 લાખ બોનસના અને 10 હજાર રકમ વધુ બોનસ તરીકે લઇ શકો છો. તો બચેલ 5 લાખ રૂપિયાની રકમ તમને અંતે મળશે. આ પેલી 5 લાખની રકમ છે જેને લઇ તમે પોલિસી કરી હતી. મતલબ 5 લાખ રૂપિયા તો મેચ્યોરીટી પર મળ્યા જ સાથે જ પોતાના 4.60 લાખનું બોનસ પણ ઉઠાવી લીધું. આ પોલિસીની વધુ જાણકારી તમે LICની વેબસાઈટ અથવા LICના કોઈ એજન્ટ પાસે પ્રાપ્ત કરી શકો છો.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31